ગુજરાતમાં ISISનું પગેરૂ મળતા, સોમનાથ, દ્વારકા, ચાટીલામાં સુરક્ષા વધારાઈ

ગુજરાતમાંથી ISISનું પગેરૂ મળ્યા બાદ પ્રથમ જયોર્તિશલગ સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ચોટીલાની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર પહેલાથી જ આતંકીઓના હિટ લીસ્ટમાં છે, અને મંદિરને છેલ્લા કેટલાક વર્ષોથી ઝેડ કક્ષાની સિયોરીટી પુરી પાડવામાં આવી રહી છે. તે સિવાય દ્ધારકા મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે. તો, આ તરફ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે કામ કરનારા બે આતંકીઓ ગુજરાતમાંથી ઝડપાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઇ ગઇ છે.

આતંકી ભાઇઓને ઝડપનારી ગુજરાત એટીએસના મતે આતંકીઓના નિશાના પર સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો છે તેવામાં સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટીએસના કહેવા પ્રમાણે, બંન્ને આતંકી ભાઇઓ ચોટીલા મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

નોંધનીય છે કે આઈએસના આ બંને આતંકી ભાઈઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપીઓએ જજ સાહેબ સામે કબલ્યું હતું કે, હા અમે બોમ્બ બનાવવાના હતા. તેમજ બોમ્બ બનાવવાનું સાહિત્ય પણ ઇન્ટરનેટમાંથી મેળવતા હતા. શહેરમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચોટીલા પણ જઈ આવ્યા હતા.

home

You might also like