હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચ સમક્ષ રોડનાં કામોનો કેસ ચાલશે

અમદાવાદ: અમદાવાદમાં રોડનાં કામોનો ભ્રષ્ટાચાર છેક ગાંધીનગર સુધી ગાજ્યો છે. સાવ નબળી ગુણવત્તાના રોડને કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ અંગે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી થતાં હાઇકોર્ટે પણ તંત્ર સામે લાલ આંખ કરી છે. જોકે હાઇકોર્ટના મામલે મુદત પડતાં હવે ‌ડિવિઝનલ બેન્ચ સમક્ષ રોડના કામોનાે કેસ ચાલશે.

ચોમાસાની ચાલુ સિઝનમાં સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાયા છે. પ્રારંભમાં વરસાદને રોડ ધોવાયા માટે જવાબદાર ગણનાર સત્તાવાળાઓ આ મામલો કોર્ટ આધીન થતાં દોડતા થયા છે. ભારે જનઆક્રોશને પગલે તંત્રેે રોડના કામના ભ્રષ્ટાચારને મામલે વિજિલન્સ તપાસ આરંભીને પ્રારંભિક તબક્કાનાે અહેવાલ રજૂ કર્યો છે, પરંતુ આ અહેવાલ સંતોષજનક નથી.

હાઇકોર્ટમાં થયેલી રોડના કામોના કેસની સુનાવણીમાં આઠ ‌િદવસની મુદત પડતાં હવે આ મામલો હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચ સમક્ષ રજૂ થશે. હાઇકોર્ટમાં વિજિલન્સ તપાસનો વચગાળાનો રિપોર્ટ તંત્ર દ્વારા રજૂ થશે, પરંતુ આ રિપોર્ટની ગંધ પણ હજુ સુધી શાસક ભાજપ પક્ષને આવવા દીધી નથી.

You might also like