વૈભવી કપડા પહેરી ઠઠારો કરીને વૈભવી બિલ્ડિંગમાંથી કરતો ચોરી

અમદાવાદ : શહેરનાં જુદાજુદા વિસ્તારોમાંથી ઘરફોડ ચોરી કરતા વૈભવી ચોરની સોલા પોલીસે ધરપકડ કરી છે. આ ચોર સામાન્ય ચોર નથી પરંતુ વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા વાળો ચોર છે.મોજ શોખ માટે ચોરી કરતા આ ચોર પાસે થી પોલીસે જુગાર રમવા ના સાધનો ,સોનાના દાગીના ,ચોરી માટે ના સમાન અને કાર કબજે કરી છે.

મૂળ બનાસકાઠાના થરા નો અને અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા પામ ગ્રીન ટાવર માં રહેતો  હુઝેફા વાના  પોતાની મોંઘી નિશાન સન્ની કાર અને સારા કપડા પહેરી અમદાવાદ ના અલગ અલગ વિસ્તારોમાં આવેલા બિલ્ડીંગો જેમાં સીસીટીવી અને સિક્યુરિટી ન હોય ત્યાં દિવસ દરમિયાન જઈ અને હથોડી કે કોઈ અન્ય સાધન વડે મકાન નું તાળું તોડી ચોરી કરતો હતો.

આરોપી હુઝેફાએ પુનાની મિલેટ્રી સ્કૂલમાંથી ધોરણ ૧૨ અંગ્રેજી માધ્યમમાંથી પાસ કર્યું છે અને પોતે મોંજ શોખ કરવા માટે આ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી છે. પોતે વૈભવી જીવન જીવતો હોઈ ચોરી કરેલા પૈસા માંથી પોતે પ્લેન મારફતે મુંબઈ અથવા ગોવા જઈ અને જુગાર રમી પૈસા ઉડાવી દેતો હતો.

આરોપીએ અમદાવાદ ના આનંદનગર,વેજલપુર,અને સોલા વિસ્તારમાંથી સાતેક જેટલી ચોરીઓ કરી હોવાસનું બહાર આવ્યું છે.પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી અન્ય કેટલી ચોરીઓ કરેલી છે તે દિશામાં તપાસ શરુ કરી છે

You might also like