જાસૂદનાં ફૂલના પકોડા

સામગ્રીઃ દસથી બાર નંગ જાસૂદનાં ફૂલ, એક કપ બેસન, એક ચમચી આદું-લસણની પેસ્ટ, અડધી ચમચી મરચાંનો પાઉડર, અડધી ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદનુસાર, તળવા માટે તેલ, અડધા લીંબુનો રસ, અજમાનાં બારીક સમારેલાં પાન દસ નંગ, ઈડલીનો અથવા ચોખાનો લોટ ચાર ચમચી.

રીતઃ સૌ પહેલાં સહેજ મોટી સાઈઝના જાસૂદનાં ફૂલને સ્વચ્છ પાણીથી બરાબર ધોઇને સાફ કરી લો અને તેનું પાણી નિતારીને કોરાં કરી લો. ત્યારબાદ  ચણાના લોટમાં થોડું આદું અને લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું અડધા લીંબુનો રસ અથવા બે ચમચી દહીં મિક્સ કરો. હવે તેમાં પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. તેમાં થોડો ચોખાનો કે ઈડલીનો લોટ મિક્સ કરો. હવે તેમાં ઝીણાં સમારેલાં અજમાનાં પાન મિક્સ કરો. હવે કડાઈમાં તેલને ધીમા તાપે ગરમ કરવા મૂકો. તેમાં ફૂલોને ડુબાડો. બેટરમાં ડુબાડેલાં ફૂલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ ફૂલોના પકોડા પર ચાટ મસાલો ભભરાવીને ગ્રીન ચટણી, ટૉમેટો કેચપ કે ચા-કોફી સાથે સર્વ કરો.

You might also like