હેતલ ગુમ થયાથી અંતિમસંસ્કાર સુધીની તપાસ કોર્ટ મારફતે કરાવો

અમદાવાદ: સાબરમતી પોલીસ મથકમાંથી ગુમ થયેલી હેતલની બિનવારસી લાશ સમજીને નિકાલ કરવા મુદ્દે તસ્ટથ તપાસ કોર્ટ મારફતે કરાવવા માટે તેની માતાએ કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કર્યા બાદ ગુમ થયેલી યુવતીના ફોટા શહેરના પોલીસ મથકમાં મોકલવા જોઈએ.જે સાબરમતી મોકલ્યા નહીં હોવાથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસને મળેલી યુવતી લાશ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. સિવિલ હોસ્પિટલવાળાએ રાબેતા મુજબ લાશનો નિકાલ કરાવી દીધો હતો.

નિયમ મુજબ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે લાશનો નિકાલ વખતે સાથે રહેવું જોઈએ.આમ છતાં તેઓ સાથે રહ્યા નથી. ત્યારે હેતલ ગુમ થઈ ત્યારથી લાશ મળી ને નિકાલ કર્યા સુધી જવાબદાર કોણ સાબરમતી જવાહરચોકમાં ચન્દ્રભાગા ચાલીમાં રહેતાં જમાનાબહેન પૂનમભાઈ ચાવડાની સૌથી મોટી પુત્રી હેતલ ચાવડા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. હેતલ ર૧મી ડિસેમ્બર ર૦૧પના રોજ ઘરે પરત નહીં આવતાં તેની તપાસ કરી હતી.

આ બાબતે સાબરમતી પોલીસમાં 24મીના રોજ જાણવા જોગ ફરિયાદ કરી હતી.. સાબરમતી પોલીસે હેતલની તપાસ નહીં કરતાં ગુજરાત હાઈકેોર્ટે ૭ જાન્યુઆરીના રોજ સાબમરતી પોલીસને ગુનો દાખલ કરીને તપાસ કરવા માટે હુકમ કર્યો હતો.

હેતલનાં માતા જમનાબહેને જણાવ્યું હતું કે, પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી ત્યારે જ મારી પુત્રી હેતલના ફોટા દરેક પોલીસ મથકમાં મોકલવાની જરૂર હતી.પોલીસે ફોટા નહીં મોકલવાને લીધે રિવરફ્રન્ટ પોલીસે બિન વારસી લાશ સમજીને નિકાલ કરાવી દીધો છે.

હવે મારી પુત્રી હેતલ મૃત્યુ પામી તેના જવાબદારો અને તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મારી પુત્રી મૃત્યુ બાદ પોલીસે તપાસ તેજ કરીને નિવેદન માટે સતત ફોન કરી રહ્યા છે. એડવોકેટ ડી.ડી.પઠાણે જણાવ્યું હતું કે, ખરેખર કોણ જવાબદાર છે તેની કોર્ટ ઈન્કવાયરી કરવા માટે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.સાબરમતી પોલીસ મથકના પી.આઈ.એ.જે.ગોંડલિયાએ પહેલાં જણાવ્યુ કે, રજા પર છું. પછી કેસની માહિતી મેળવી હતી. ત્યારે હેતલ ગુમ થયા ફોટા કેમ શહેરના પોલીસ મથકમાં મોકલવામાં આવ્યા નથી.

આ વખતે ગોંડલિયાએ જણાવ્યું કે, હું રજા પર છું એટલે મને કંઈ ખબર નથી. આપ પોલીસ મથકમાં પૂછી લો. જયારે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ મથકના બલદાનિયાએ જણાવ્યું હતું કે, હું રજા પર છું એટલે મને ખબર નથી.

You might also like