ખલનાયક સે નાયક તક..

સાજિદ નડિયાદવાલાની બ્લોક બસ્ટર ફિલ્મ ‘હીરોપંતી’માં ખલનાયકની ભૂમિકા ભજવ્યા બાદ રાંઝા વિક્રમસિંહ લીડ હીરોની ભૂમિકામાં જોવા મળશે.

તે હાલમાં પંજાબી ફિલ્મ ‘રપ કિલ્લે’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સોનિયા માન હશે. આ બંનેની કે‌િમસ્ટ્રી ઘણીવાર જોવા મળી છે. આ જોડી મસ્તી કરતી પણ કેમેરામાં કેદ થઇ છે. આ જોડી ઓન સ્ક્રીન, ઓફ સ્ક્રીન કે ‌િજમમાં પણ સાથે જોવા મળે છે. ‘રપ કિલ્લે’ ચાર જાટ ભાઇઓ અને તેમની વચ્ચેના પ્રેમ તેમજ એકતાની કહાણી છે. રાંઝા વિક્રમસિંહે ઘણી બોલિવૂડ અને દક્ષિણ ભારતીય હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેણે ફિલ્મ કરિયરની શરૂઆત ‘મુંબઈ ગોડફાધર’થી કરી હતી. ત્યારબાદ ‘સૌતન’, ‘યા રબ’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું. રાંઝા વિક્રમ મજબૂત શરીર સૌષ્ઠવ ધરાવે છે. તે સાઇકલિંગનો શોખીન છે અને એડ્વેન્ચર સ્પોર્ટ્સ તેને ખૂબ પસંદ છે. તે દેશમાં બોક્સિંગને પ્રમોટ કરવા ઇચ્છે છે. તે મહેનતુ અને સમર્પિત કલાકાર છે એ જ તેની સફળતાનું રહસ્ય છે. રાંઝા તેના ફેન્સની વચ્ચે ‘દેશી સિલ્વેસ્ટર સ્ટેલોન’ના નામથી પણ પ્રસિદ્ધ છે. •

You might also like