આવી રહી છે હીરો મોટોકૉર્પની નવી બાઇક, જાણો ફિચર્સ અને કિંમત

હીરો મોટોકૉર્પ પોતાની નવી Xtreme 200R બાઇકને ઑફિશિયલી લૉન્ચ કરવા જઇ રહ્યું છે. તેને 24મેના રોજ ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવશે.

આ ઑટોએક્સપો 2018માં પહેલીવાર શૉકેસ કરવામાં આવી હતી. આ હીરો એક્સટ્રીમ 200એસ કૉન્સેપ્ટ પર બેઝ્ડ છે.

હીરો અનુસાર આ બાઇકને બનાવતી વખતે પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ છે પરફૉર્મન્સ, બ્રેકિંગ, સાઉન્ડ, એર્ગૉનૉમિક અને હેન્ડલિંગ સ્ટેબિલિટી.

હીરોનો દાવો છે કે આ નવી બાઇક 112 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડે છે. 0થી100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં આ હીરો બાઇકને ફક્ત 4.6 સેકેન્ડ્સ લાગશે, તેવો હીરોનો દાવો છે.

આ નવી બાઇકમાં હીરો મોટોકૉર્પ 200સીસી, સિંગલ સિલિન્ડર ધરાવતા કૉર્બયુરેટેડ એન્જિન આપશે. આ એન્જિન 8500 RPM પર 18.1 BHPનો પાવર અને 6500 RPM પર 17.1 ન્યૂટન મીટર ટૉર્ક જનરેટ કરે છે.

હીરો મોટોકૉર્પ એક્સટ્રીમ 200 આર બાઇકમાં બેલેન્સર શિફ્ટ આપશે જે ઝટકા ઘટાડવામાં મદદ કરશે. Xtreme 200Rમાં LED પોઝશનિંગ લેમ્પ્સ અને એક એલઇડી ટેલ લેમ્પ પણ હશે.તેમાં 37 એમએમ ટેલુસ્કોપિક ફ્રંટ ફૉર્ક અને 8 સ્ટેપ એડજસ્ટેબલ મોનોશૉક આપવામાં આવશે. બ્રેકિંગ માટે તેમાં આગળ 276mm અને પાછળ 220mm ડિસ્ક બ્રેક આપવામાં આવશે. હીરો તેમાં સિંગલ ચેનલ એબીએસનું પણ ઓપ્શન મળશે.

Xtreme 200R પહેલી આવી હીરો બાઇક છે જેમાં રેડિયલ ટાયર્સ આપવામાં આવશે. બાઇકની કિંમતનો ખુલાસો લૉન્ચિંગ બાદ થશે. લૉન્ચિંગ થયા બાદ આ બાઇક પાંચ રંગોમાં અવેલેબલ હશે. તેની ટક્કર ભારતમાં બજાજ પલ્સર એનએસ 200 અને TVS Apache RTS 200 4V બાઇક સાથે છે.

You might also like