Hero Destini 125 સ્કૂટરનું લોન્ચિંગ, જાણો શું છે વિશેષતા….

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ લિમિટેડ(HMCL) દ્વારા 125cc સ્કૂટર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા ભારતીય માર્કેટમાં આ પહેલા મેસ્ટ્રો એજ, ડ્યૂટ અને પ્લેઝર મોડલ્સનું વેચાણ કરી રહી છે જો કે 100-100cc સ્કૂટરની શ્રેણીમાં આવે છે. જો કે આ નવું સ્કૂટર કંપની આ બધા ઉપરની પોઝિશનમાં કરશે.

હીરો ડેસ્ટિની 125 એ જ મોડલ છે જેને સૌથી પહેલા ઓટો એકસ્પો 2018 દરમિયાન ડ્યૂટ 125ના નામથી રજૂ કરવામાં આવ્યું હતું. જો કે નવા સ્કૂટરની ડિઝાઇન હાલના 110cc ડ્યૂટની અપડેટ વર્જન છે અને તેમાં ઘણાં કોસ્મેટિક ફેરફાર સાથે પ્રીમિયમ ફીલ આપવા માટે ક્રોમ ગાર્નિશિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મોડેલમાં ફિચર્સની વાત કરીએ તો ટેલેસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, એક્સટર્નલ ફ્યૂલ ફિલિંગની સાથે રિમોટ-ઓપનિંગ, અંડરસીટ સ્ટોરેજમાં એક લાઇટ અને મોબાઇલ ચાર્જર, ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ કલસ્ટર આપવામાં આવી રહ્યું છે.

પાવર સ્પેસિફિકેશનની વાત કરીએ તો હીરો ડેસ્ટિની 125માં 125cc, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવશે જે 8.75psના પાવર અને 10.2Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં HMCLની i3S (આઇડલ સ્ટોપ-સ્ટાર્ડ-સિસ્ટમ) ટેકનોલોજી પણ આપવામાં આવે તેવી શક્યતા છે. કંપની સ્ક્ટૂરના ફ્રન્ટમાં ડેસ્ટ બ્રેક પણ આપી શકે છે. હીરો ડેસ્ટિની 125ની સીધી ટક્કર હોન્ડાના એક્ટિવા તેમજ ટીવીએસના NTorq સાથે થશે.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

3 hours ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

3 hours ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

3 hours ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

4 hours ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

5 hours ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

5 hours ago