અમેરિકાના લાસ વેગાસમાં 5 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે સૌથી મોટો ઇલેક્ટ્રોનિક શો, જાણો વધુ

કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો એટલે CES 2017 લાસ વેગાસમાં 5 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. 8 જાન્યુઆરી સુધી ચાલનારા આ શો પર દુનિયાભરની નજર છે. આવો જાણીએ કે આ વર્ષે કઈ ખાસ વસ્તુઓ અહીં જોવા મળી શકે છે. ટેક્નોલોજી અને ગેઝેટ્સના રસિકો માટે આ આ શો ખૂબ મહત્ત્વનો હોય છે અને નવા નવા ગેઝેટ્સ અને ટેક્નોલોજીની જાહેરાત અને પ્રદર્શનને લઈને ઉત્સાહિ હોય છે.

જાણો આ શોમાં કેવી કેવી વસ્તુઓ અને ટેક્નોલોજીનું પ્રદર્શન થઈ શકે છે. અને આવાનારા ભાવિમાં કેવી કેવી વસ્તુઓ અને ટેક્નોલોજી આવી રહી છે એનો અંદાજો આ ટેક શોમાં જોવા મળી શકે છે.

1. ફ્યુચર જનરેશનથી જોડાયેલી વસ્તુઓ જોવા મળી શકે છે. એમાં ડ્રાઇવરલેસ કાર, વર્ચ્યુઅલ રિયલિટી ડિવાઇસ, ઓગ્મેન્ટેડ રિયાલિટી જેવી ટેક્નોલોજી શામેલ છે.

2. અલ્ટ્રા હાઈ રિજોલ્યુશન ટીવી લોન્ચ કરનારાઓનું પણ એલાન થઈ શકે છે.

3. ફારાડે ફ્યૂચર, એલજી, પેનાસોનિક, સેમસંગ, સોની સહિત અન્ય બ્રાન્ડ નવા ફિચરવાળા ફોનનું એલાન કરી શકે છે.

4. સ્માર્ટ ગ્લાસિઝ, મેડિસિન અને બ્યૂટી મેકઓવરને લઈને પણ નવી ટેક્નોલોજી જોવા મળી શકે છે.

5. સ્માર્ટ હોમ જેવી નવી ચીજોની જાણકારી મળી શકે છે. એમેઝોન અથવા ગૂગલ તરફથી એવી જાહેરાત થઈ શકે છે.

6. અલ્ટ્રા લાઇટ લેપટોપ લોન્ચ થઈ શકે છે. Dell XPS 13 અને લેનોવો તરફથી 9 નવી લેપટોપની જાહેરાતની સંભાવના છે.

7. ક્વોલકોમ પાતળા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

You might also like