તમારે શોપિંગ કરવી છે? તો જાવ આ શહેરોના સસ્તા માર્કેટમાં

જ્યારે પણ તમે ક્યાંય ફરવા જાવ છો તો શોપિંગ વગર તમારી ટ્રીપ અધૂરી રહે છે. શોપિંગની અસલી મજા કોઇ મોલમાં નહીં પરંતુ શહેરના લોકલ અને ભીડ વાળા માર્કેટમાં હોય છે અને અહીં દરેક વસ્તુ સારા ભાવે મળી જાય છે. અહીંયા તમને શહેરના કલ્ચર માટે પણ ખૂબ જાણવા મળે છે. અહીંયા જાણો કેટલાક શહેરાના સસ્તા અને ઉમદા માર્કેટ માટે…

મુંબઇનું કોલાબા કોજવે માર્કેટ: આ સ્ટ્રીટ માર્કેટમાં તમને પુસ્તકોથી લઇને હેન્ડીક્રાફ્ટ, કપડાં અને ચંપલોની ખૂબ વેરાયટિ મળશે. સૌથી ખાસ વાત તો એ છે કે, અહીં ટ્રેડિશનલ અને મોર્ડન બંને પ્રકારના કપડાં અવેલેબલ છે.

દિલ્હીનું સરોજીની માર્કેટ: આમ તો દિલ્હી ઘણી મોંઘી જગ્યા છે પરંતુ અહીં સ્ટ્રીટ શોપિંગ ખૂબ સસ્તી છે. અહીંયા ઓછું બજેટ હોવા છતાં દિલ ખોલીને શોપિંગ કરી શકો છો. ઇન્ડિયન થી લઇને વેસ્ટર્ન કપડાં અહીં મળી જાય છે.

હૈદરાબાદનું લાડ બજાર: હૈદરાબાદના મોતી જાણીતા છે. હૈદરાબાદનું લાડ બજાર પર્લથી લઇને બંગડી, જ્વેલરી અને કપડાં સુધીનું શોપિંગ કરી શકાય છે. કદાચ જ એવી કોઇ ચીજ વસ્તુઓ એવી હોય જે અહીં મળતી ના હોય.

જયપુરનું જ્હોરી માર્કેટ: રાજસ્થાન હેન્ડી ક્રાફ્ટ માટે જાણીતું છે. જયપુરનું જ્હોરી માર્કેટ સોનું અને ચાંદીની જ્વેલરી માટે જાણીતું છે. એટલું જ નહીં માર્કેટમાં સસ્તા ભાવની જ્વેલરી સાથે મોંઘી સાડીઓ અને લેંઘા પણ ભાડેથી લે છે.

કોલકત્તાનું ગરિયાહાટ માર્કેટ: કલકત્તાના આ જાણીતા માર્કેટમાં કપડાં, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, સાડીઓસ ફર્નિચપ દરેક વસ્તુ મળી રહે છે. અહીંયા રસ્તા બે બાજુ દુકાનોથી ભરેલા હોય છે.

You might also like