… તો આ કારણથી ભારતીય યુવાનોને હોય છે લગ્ન માટે ઉતાવળ

નવી દિલ્હી: ભારતના યુવકો લગ્ન માટે વધારે રાહ જોતાં નથી, કારણ કે એમને લાગે છે કે લગ્નથી એમની લાઇફમાં ભાવાનાત્મક અને આર્થિક સ્થિરતા આવી જશે. લગ્નને લઇને યુવકોના વિચારો અને ભાવનાઓની જાણ માટે કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેમાં 14,700 પ્રતિક્રિયા સામે આવી છે.

આશરે 20.5 ટકા પુરુષો અને 23.1 ટકા મહિલાઓનું કહેવું હતું કે એ લોકા જલ્દીમાં જલ્દી લગ્ન કરવા ઇચ્છે છે અને એના માટે વધારે રાહ જોઇ શકતા નથી. તો બીજી બાજુ એમનાથી અલગ 12.2 ટકા પુરુષ અને 10.3 ટકા મહિલાઓનું કહેવું હતું કે લગ્ન એમના માટે બન્યા નથી. જ્યારે 18.2 ટકા પુરુષો અને 13.2 ટકા મહિલાઓનું કહેવું હતું કે એ લોકા આ બાબતે મૂંઝવણમાં છે અને કોઇ નિર્ણય લેવા માંગતા નથી.

લગ્ન માટે ના પાડતાં લોકોને કારણ પૂછવામાં આવ્યું તો વધારે લોકોએ જણાવ્યું કે લગ્નની જવાબદારી ઊઠાવવા માંગતા નથી. કેટલાકનું એવું પણ કહેવું હતું કે લગ્ન પર એમને ભરોસો નથી. કેટલાક લોકોએ કમિટમેન્ટને પણ એનું કારણ જણાવ્યું. તો એનાથી વિપરીત લગ્નની ઇચ્છા રાખનાર લોકોનું માનવું હતું કે લગ્નથી ભાવાનાત્મક સ્થિરતા આવે છે. કેટલાક લોકોએ આર્થિક સ્થિરતાનું પણ કારણ જણાવ્યું.

visit: http://sambhaavnews.com/

You might also like