…તો આ કારણથી લાંબી નથી મોબાઇલ વોલેટની ઉંમર

નોટબંધી બાદ કેશલેસ પેમેન્ટ માટે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધી ગયો છે. બેંકો અને એટીએમની લાઇનમાં ઊભા રહેવાની જગ્યાએ મોટાભાગના લોકો ટ્રાન્ઝેક્શન માટે મોબાઇલ વોલેટનો સહારો લઇ રહ્યા છે. પરંતુ કેટલીક વાતો છે જે ઇશારો કરે છે કે વોલેટની ઉંમર વધારે નથી. જાણઓ કેવી રીતે જલ્દી ખતમ થઇ જશે મોબાઇલ વોલેટ

મોબાઇલ વોલેટ જાણીતા તો છે પરંતુ એની ઘણી મર્યાદા છે. એના દ્વારા પૈસાની લેણદેણ માટે સેન્ડર અને રિસીવર પાસે એક જ કંપનીનું અકાઉન્ટ હોવું જોઇએ. ઉદાહરણ તરીકે પેટીએમથી પેટીએમ, મોબીક્લિક થી મોબીક્વિક અને ફ્રીચાર્જ થી ફ્રીચાર્જમાં જ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આ ઉપરાંત એની મોટી ખામી એ પણ છે કે વોલેટમાં મોકલેલા પૈસા પર કોઇ વ્યાજ મળતું નથી જ્યારે બેંક અકાઉન્ટ્સમાં પૈસા પર વ્યાજ મળે છે.

નાના વેપારીઓ માટે એક મોટી સમસ્યા એ છે કે એ ડિજીટલ વોલેટ દ્વારા એત મહિનામાં 25 હજારથી વધારે રકમ લઇ શકશે નહીં. એની અસર કેશ ફ્લો પર પડે છે. એટેલે સુધી કે કેટલીક મોબાઇલ વોલેટ કંપનીઓના માલિકોને પણ એના ભવિષ્ટને લઇને આશંકા છે.

હાલમાં વોલેટ કંપનીઓ પાસે યૂપીઆઇ એક્સેસની પરવાનગી નથી. 2017 ના અંત સુધી એવું શક્ય છે કે લોકો ડિજીટલ વોલેટને ટાળીને યૂપીઆઇ આધારિત પેમેન્ટ વિકલ્પ જ પસંદ કરશે.

બેંક પણ વોલેટ દ્વારા મોટાભાગે ટ્રાન્ઝેક્શનના પક્ષમાં નથી. જો આવું થતું રહેશે તો આવનારા સમયમાં મોબાઇલ વોલેટ કંપનીઓની હરિફાઇમાં એની પહોંચ ઓછી થઇ જશે.

મોબાઇલ વોલેટ એક ટૂ સ્ટેપ પ્રોસેસ છે. એના માટે પહેલા તમારે વોલેટમાં પૈસા ભરવાના હોય છે, ત્યારબાદ વોલેટથી પૈસા બીજે ટ્રાન્સફર કરવાના હોય છે. એટલા માટે ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા લાંબી થઇ જાય છે.

બેંકિંગના જાણકારોનું માનવું છે કે જો તમારી પાસે અકાઉન્ટ છે તો પેમેન્ટ માટે યૂપીઆઇ બેસ્ટ વિકલ્પ છે. એની પ્રક્રિયા પણ આંતરિક છે તમારે કોઇ થર્ડ પાર્ટીની જરૂર પડશે નહીં. એવામાં યૂપીઆઇથી ટ્રાન્ઝેક્શન સરળ થઇ જાય છે.

You might also like