ઐશ્વર્યા રાયની આત્મહત્યાનું સત્ય આવ્યું સામે

ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક ચોંકાવનાર અફવા સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવામાં તો એવું પણ આવી રહ્યું હતું કે, જ્યારથી એશ્વર્યાએ ‘એ દિલ હે મુશ્કિલ’ માં બોલ્ડ સીન આપ્યા છે ત્યારથી બચ્ચન પરિવાર તેનાથી નાખુશ છે.

ઉલ્લેખનીય છે કે, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, જેવું બચ્ચન પરિવારને ખબર પડી કે એશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે તો તેમણે ડોક્ટરને ઘરે બોલાવી લીધા હતા. એટલું જ નહિ એક બ્લોગ પર એવું પણ લખવામાં આવ્યું કે, જેવી એશ્વર્યા ભાનમાં આવી કે તેણે કહ્યું, મને મરી જવા દો. આ ઉપરાંત એશ્વર્યાના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ તથ્ય નથી. આ સમાચાર તદન પાયાવિહોણા છે.

You might also like