જાણો, ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે..’ રેલ્વેસ્ટશેન પર સંભળાતો મધુર અવાજ છે આ બહેનનો

જો તમે ક્યારેય પણ રેલ્વેમાં મુસાફરી કરી હશે, તો આ દરમિયાન રેલ્વે સ્ટેશન પર ગુંજતો અવાજ ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે’ સાંભળ્યો જ હશે. જે સાંભળીને તમને મનમાં એક વખત તો એવો વિચાર આવ્યો જ હશે કે આ મહિલાનો અવાજ કાયમ એક જેવો જ કેમ લાગે છે. રેલ્વે સ્ટેશન બદલાઈ જાય છે પરંતુ આ અવાજ બલદાતો નથી. આજે અમે તમને જણાવીશું કે આ જાણીતા અવાજ પાછળ કોણ છે.

રેલવે સ્ટેશન પર સતત સંભાતો અવાજ સરલા ચૌધરી નામની આ મહિલાનો છે. જેમના એનાઉન્સમેન્ટ દ્વારા મુસાફરોને ટ્રેન અંગેની માહિતી આપવામાં આવે છે. તેમણે રેલવેમાં એનાઉન્સર તરીકે નોકરી શરૂ કરી હતી પરંતુ છેલ્લા 12 વર્ષથી તેઓ અન્ય વિભાગમાં કામ કરે છે

સરલા ચૌધરી હાલ એનાઉન્સર તરીકે કામ નથી કરી રહ્યા પરંતુ તેમનો અવાજ આજે પણ કામમાં લેવામાં આવે છે. આ અંગે સરલા ચૌધરીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતું કે, ”1986માં તેમની રેલવેની નોકરી કાયમી થઈ હતી. તે સમયે એનાઉન્સમેન્ટના કામમાં ખુબ જ મહેનત કરવી પડતી હતી.તે સમયે કોમ્પ્યુટર ન હોવાથી દરેક સ્ટેશન પર જઈને એનાઉન્સમેન્ટની જાહેરાત કરવી પડતી હતી. તેમના એનાઉન્સમેન્ટ અલગ અલગ અનેક ભાષામાં રેકોર્ડિંગ કરવામાં આવતા હતા. જોકે કોમ્પ્યુટર સિસ્ટમ આવ્યા બાદ આ જવાબદારી ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમને સોંપી દેવામાં આવી છે.”

You might also like