એક કલાકથી વધારે લેટ થઇ રાજધાની-શતાબ્દી તો રેલવે આપશે આ સર્વિસ ફ્રી

નવી દિલ્હી: રાજધાની અને શતાબ્દીના યાત્રીઓ માટે એક સારા સમાચાર છે. હવે જો એમની ટ્રેન એક કલાક અથવા એનાથી વધારે સમયથી લેટ થશે, તો એમને ટેક્સ મેસેજ કરીને જાણકારી આપવામાં આવશે. હાલના સમયમાં વેટિંગ લિસ્ટમાં યાત્રીઓની ટિકીટ કન્ફર્મ થવા પર જ એમને મેસેજ મોકલવામાં આવે છે.

રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દરેક રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં આ એસએમએસ સેવા શનિવારથી શરૂ થઇ ગઇ છે. એને અન્ય ટ્રેનોમાં પણ લાગૂ કરવામાં આવશે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યાત્રીઓના આરક્ષણ ફાર્મમાં પોતાના મોબાઇલ નંબર લખવા માટે કહેવામાં આવે છે. એમને જણાવ્યું કે યાત્રીઓની સુવિધા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. એની પર આવનાર ખર્ચ રેલવે વહન કરશે. કેટલીક રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં પહેલા એનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીએ જણાવ્યું કે ટ્રાયલમાં કેટલીક સમસ્યા સામે આવી રહી છે, પરંતુ એનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. હવે આ સેવા દરેક રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં ઉપલબ્ધ છે. જણાવી દઇએ કે દેશભરમાં 25 રાજધાની અને 26 શતાબ્દી ટ્રેનોમાં ચાલે છે.

You might also like