આવી રીતે જાણી શકાશે 500- 2000ની નોટ અસલી છે કે નકલી

નવી દિલ્હીઃ સરકારે 500 અને 1000ની નોટો પણ પ્રતિબંધ લાદી દીધો છે અને આજથી માર્કેટમાં 500 અને 2000ની નવી નોટો ફરતી થઇ ગઇ છે. અને થોડા જ સમયમાં 1000ની નોટ પણ નવા રૂપરંગ સાથે માર્કેટમાં આવશે. બે ત્રણ દિવસમાં તો નવી નોટોનું ચલણ સામાન્ય થઇ જશે. સરકારે નકલી નોટો પર લગામ લાદવા માટે જૂની નોટોની સરખામણીમાં નવી નોટો નાની બનાવી છે. પરંતુ નવી નોટો આવવાની સાથે તેની પણ નકલી નોટો બનવાની શક્યતાઓ છે. ત્યારે નવી નોટની ચોક્કસ ખાસીયતો જાણીલો જેથી ભવિષ્યમાં જો નકલી નોટ તમારા હાથમાં આવે તો તમને ખ્યાલ આવી જાય કે નોટ અસલી છે કે નકલી.

2000ની નવી નોટનો કલર બેઝ મેટાલીક છે. તેની સાઇઝ 66 મિમી ગુણિયા 166 મીમી છે. નોટની આગળના ભાગમાં મહાત્માગાંધી અને પાછળના ભાગમાં મંગળયાનનો ફોટો છે.

500ની નોટનો રંગ થીમ ડિઝાઇન અને સિક્યોરીટી ફીચર જૂની નોટની સરખામણીમાં ખાસ્સા અલગ છે. 500ની નોટનો આકાર 66 મિમી ગુણિયા 150 મિમી છે. તે સ્ટોન ગ્રે કલરમાં છે. તેની થીમ દિલ્હીના લાલ કિલ્લા પર આધારિત છે. જેમાં સ્વચ્છ ભારત અભિયાનનો લોગો લાગેલો છે.

આવી રીતે 2000ની અસલી નોટની ઓળખ

2000

1. નોટોને લાઇટની સામે રાખવાથી અહીં 2000 લખેલા દેખાશે.

2. આંખોની સામે 45 ડિગ્રી એગ્લ પર નોટ રાખવાથી અહીં 2000 લખેલા દેખાશે.

3. દેવનાગરીમાં 2000 લખેલા દેખાશે.

4. સેન્ટરમાં મહાત્મા ગાંધીનો ફોટો છે.

5 . નાના નાના અક્ષરોમાં RBI એને 2000 લખેલા છે.

6. સિક્યોરીટી થ્રીડી છે. જેની પર ભારત, RBI અને 2000 લખેલું છે. નોટની થોડી વાળવાથી તે થ્રીડીનો કલર લીલો થઇ જશે.

આવી રીતે ઓળખો 500ની અસલી નોટ
500-NEW

1. નોટને લાઇટની સામે રાખવાથી અહીં 500 લખેલું હશે.

2. આંખોની સામે 45 ડિગ્રી એગ્લ પર નોટ રાખવાથી અહીં 500 લખેલા દેખાશે.

3. દેવનાગરીમાં 500 લખેલા દેખાશે.

4. જૂની નોટની સરખામણીમાં મહાત્મા ગાંધીના ફોટાનું ઓરિયન્ટેશન અને પોજીશન થોડી અલગ છે.

5. નોટને થોડી વાળવાથી તેમાં થ્રીડીનો કલર લીલો થઇ જશે.

6. જૂની નોટની સરખામણીમાં ગેરન્ટી ક્લોઝ, ગર્વનર સિગ્નેચર, પ્રોમિસ કોલમ અને આરબીઆઇનો લોગો જમણી બાજુ સ્પષ્ટ જોવા મળે છે.

You might also like