અરરર!!! અહીં વજન ઘટાડવા કરાય છે આવો ખતરનાક ઇલાજ

આજકાલના યંગસ્ટર્સમાં મેદસ્વિતા હોવી એક સામાન્ય વાત થઇ ગઇ છે. અને મેદસ્વિતા ઓછી કરવા માટે લોકો અવનવી તરકીબો અપનાવતાં હોય છે. કેટલાક લોકો જીમમાં જઇને તો કેટલાક લોકો ડાયટ કરીને પોતાનું વજન ઓછું કરવા ઇચ્છતા હોય છે, પરંતુ ચીનના ૧૧ વર્ષના એક છોકરાએ પોતાના શરીર પરની મેદસ્વિતા ઓછી કરવા માટે એક દર્દનાક રીત અપનાવી છે જેણે જોઇને તમે નવાઇ પામશો.

ચીનના ૧૧ વર્ષના લિ હૈગ ‘પ્રાડર વિલી સિન્ડ્રોમ’ થી પીડાઈ છે, જેના કારણે તેનું વજન ૧૪૬ કિલો છે.
વધારે વજન હોવાના કારણે લીએ ચીનના પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પસંદ કરી હતી અને તેનાથી તેનું વજન ઝડપથી ઘટવા લાગ્યું હતું. પરંતુ આ ઉપચાર સાંભળવામાં જેટલો સરળ છે એટલી જ દુખ ભરી તેની પ્રકિયા છે.

લી જે હોસ્પિટલમાં વજન ઓછુ કરવા માટે ભરતી થયો ત્યાં તેમણે ફાયર કપલિંગ, ફાયર થેરેપી અને એક્યુપંચર જેવી ઘણી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ ટ્રીટમેન્ટ ભયાનક સજાની જેમ છે.

લીના પેટ પર ડોક્ટર રૂમાલ મુકીને તેના પર અગ્નિ કરવામાં આવે છે. આ દરમિયાન તે દર્દથી પીડાય છે.

લીને બીમારી બાળપણથી છે. તે જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે તેનું વજન ૪૨ કિલોગ્રામ હતો. ઘણી ટ્રીટમેન્ટ બાદ પણ જયારે તે ઠીક ના થઇ તો તેના માતા-પિતાએ વજન ઓછો કરવા માટે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પસંદ કરી હતી.

સુત્રો અનુસાર, ચીનમાં ૨૦૨૫ સુધી ૫ થી ૧૮ વર્ષની ઉમરના વજનમાં સૌથી વધારે બાળકો હશે.

You might also like