ગરમીમાં પીવો કોઠાનું શરબત, થશે આ ફાયદા

ઔષધિય ગુણોથી ભરપૂર કોઠું પેટ સંબધી બિમારીઓ માટે રામબાણ ઇલાજ છે. ખાસ કરીને ગરમીમાં તે ખૂબ જ ઠંડક આપે છે. કોઠુ ઉર્જાનો સ્ત્રોત છે. તેના માવામાં ગોડ મિક્સ કરીને ખાવાથી થાક દૂર થઇ જાય છે. સાથે જ તમે તાજગી અનુભવો છો. સાથે જ તેનું શરબત પીવાથી મગજ શાંત રહે છે.

કોઠાના પાંદળા હાઇબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેના પાંદળાને બરોબર ઉકાળો, ત્યાર બાદ પાણી ગાળીને પીવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.

અસ્થમાનો એટેક આવવાથી કે પછી હૃદયના ધમબકારા અસામાન્ય થાય ત્યારે કોઠાના મૂળીયાનો ઉકાળો બનાવીને પીવાથી આરામ થાય છે.

કોઠુ પેટની સમસ્યા દૂર કરે છે. સાથે જ આંતરડા પણ સાફ કરે છે. કબજીયાત, અપચો, પેપ્ટિક અલ્સ વગેરેમાં તેનું સેવન આરામ દાયી છે.

ગરમીમાં લૂથી બચવા માટે પાકેલા કોઠાના માવાને હાથથી મસળી, તેને પાણીમાં મિક્સ કરી તેમાં થોડી ખાંડ મિક્સ કરીને પીવાથી લૂ લાગતી નથી.

http://sambhaavnews.com/

You might also like