‘આયુર્વેદિક’ ઈંડાં હેલ્થ માટે સારાં, ખેડૂતોને થશે આવક, જાણો ખાવાનાં ફાયદા

ચેન્નઇ, ગુરુવાર
ઇંડાંનાં ફાયદા, નુકસાન અને ઉપયોગને લઇને ભલે લોકો પોતપોતાના દાવા અને તર્ક કરી રહ્યા હોય, પરંતુ સરદાર વલ્લભભાઇ પટેલ કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટી મેરઠે આયુર્વેદિક ઇંડાના ઉત્પાદન તરફ એક પગલું ભર્યું છે. તેની સાથે ઘણી બધી શકયતાઓના દરવાજા ખૂલ્યા છે. એક તરફ આ સ્વાસ્થ્યવર્ધક હશે તો બીજી તરફ ખેડૂતોની આવક વધારવાના સરકારના અભિયાનને પણ મજબૂતાઇ મળશે.

દ‌િક્ષણ ભારતમાં તેેની શરૂઆત પહેલેથી જ થઇ ચૂકી છે, પરંતુ હવે ઉત્તર ભારતમાં આને પહેલો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. એસવીબીપી કૃષિ યુનિવર્સિટીના હેડ ડો.ડી.કે.સિંહે જણાવ્યું કે આ ઇંડાંને આયુર્વેદિક એટલા માટે કહેવામાં આવે છે કેમકે આ પ્રક્રિયામાં મરઘીઓને જે આહાર આપવામાં આવે છે તેમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ હોય છે.

સામાન્ય રીતે મરઘીનું ઇંડું સફેદ હોય છે, પરંતુ આ પ્રક્રિયાથી તૈયાર થયેલા ઇંડાં હળવા ગુલાબી રંગનાં હોય છે. મરઘીના આહાર ચાર્ટ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં મકાઇ, બાજરી, દાળ અને જડીબુટ્ટીઓના મિશ્રણનો ઉપયોગ નક્કી છે. કુલ ૧પ પ્રકારની જડીબુટ્ટીઓનું મિશ્રણ તૈયાર કરાશે. મરઘીઓએ હળદર અને લસણ પણ ખવડાવાશે.

કુલપતિ પ્રોગયા પ્રસાદનું કહેવું છે કે આયુર્વેદિક ઇંડાં ખેડૂતોની આવક વધારવાનું સારું સાધન બની શકે તેમ છે. વડા પ્રધાનનું ખેડૂતોની આવક વધારવાનું લક્ષ્ય પણ પૂર્ણ થશે. આ માટે યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

બેંગલુરુ અને હૈદરાબાદથી આયુર્વેદિક ઇંડાં દિલ્હી જેવાં મહાનગરોમાં સીમિત માત્રામાં સપ્લાય થઇ રહ્યાં છે. તેની કિંમત ર૩થી ર૪ પ્રતિ ઇંડાંની છે. જ્યારે આ ઇંડું રૂ.૧રથી ૧પમાં તૈયાર કરાશે. સામાન્ય રીતે મરઘીઓને આપવામાં આવતા આહારમાં કેેમિકલયુકત ઉચ્ચ પ્રોટીનવાળો આહાર હોય છે. મરઘી કીડા-મંકોડા પણ ખાઇ લે છે. મરઘીઓને ઇન્ફેકશનથી બચાવવા માટે એન્ટીબાયોટિક પણ અપાય છે. જે ઇંડાંની ગુણવત્તા પર અસર કરે છે.

You might also like