દિયરે કેરોસીન છાંટી સળગાવી દીધેલી ભાભીનું મોત નિપજ્યું

સુરત : ચાલ મારી સાથે આપણે ભાગ જઇએ કહી દિયરે તેના બે બાળકો સાથે ઉભેલી ભાભી પર બળજબરી કરી હતી. જોકે ભાભીએ તેનો ઇન્કાર કરાતા થયેલા ઝગડામાં ઉશ્કેરાયેલા એક તરફી પ્રેમમાં પાગલ દિયરે તેની ભાભીને જીવતી સળગાવી હતી. ગંભીર હાલમતાં મહિલાને સિવિલ ખસેડાઇ હતી. જેનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે આરોપી દિયરને પોલીસે ઝડપી પાડ્યો છે.

સિવિલ હોસ્પિટલ તથા પાંડેસરા પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બમરોલીના કરશનનગર ખાતે સતનારાયણ ફૂલચંદ શ્રીવાસ તેની પત્ની કશુંતલા દેવી તથા સંતાનમાં એક પુત્ર અને પુત્રી સાથે રહે છે. મંગળવારે તેબપોરના સુમારે નોકરી પર ગયો હતો. તેના બે પુત્ર અને પત્ની શકુંતલા દેવી ઘરે હતા. દરમિયાન તેનો ભાઇ અન્તેશ ઉર્ફે દાદુ ભાબી શકુંતલા દેવીને જોઇને ઘરે આવી પહોંચ્યો હતો અને એક તરફી પ્રેમમાં પાગલ દિયરે બળજબરીથી તેની સાથે ભાગી જવા કહેતા શકુંતલા દેવીએ ઇન્કાર કરી દીધો હતો.

તેથી આ બાબતે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઇ ગયેલા અન્તેશ ઉર્ફે દાદુ કેરોસીન લઇ આવ્યો હતો અને ભત્રીજા-ભત્રીજીની નજર સામે જ ભાભી ઉપર કેરોસીન છોટી દીધુ હતું. અને દિવાસળી ચાંપી દેતા આગની લપેટમાં મુકાઇ ગઇ હતી. શકુંતલા દેવી આગના લપેટમાં આવી જતા આખા શરીરે દાઝી ગઇ હતી. તેણે બુમાબુમ કરી મુકતા દિયર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બંને બાળકોએ ઘરની બહાર દોડી આવી પાડોશીઓને કહેતા સત્યનારાયણને જાણ કરાઇ હતી.

૧૦૮માં શકુંતલા દેવીને સિવિલ ખસેડવામાં આવી હતી. તબીબોએ સકુંતલા દેવી ૮૦ ટકા દાઝી ગઇ હોઇ હાલત કટોકટ હોવાનું જણાવ્યું હતું. જોકે આજે સવારે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ભાભીને સળગાવવા જતાં દિયર પણ બન્ને હાથે ગંભીર રીતે દાઝ્યો.આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ સિવિલ ખાતે દોડી આવી હતી. મહિલાના પતિ સત્યનારાયણનં નિવેદન નોંધ્યું હતું.

You might also like