ચારિત્રની શંકાનાં પગલે 20 વર્ષ નાની પત્ની પર ગાડી ચડાવી

અમદાવાદ : ગુજરાત સરકારનાં ઉજાલા ગુજરાત કાર્યક્રમનાં આર્કિટેક્ટ હેમરાજ કામદારે પોતાની પત્નીને ગાડી નીચે કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીનું આગળનું વ્હીલ તેની પત્નીનાં પગ પર ફરી વળ્યું હતું. જો કે પોતે ગાડી લઇને ભાગી છુટ્યો હતો. વેજલપુર પોલીસે ફરિયાદ બાદ ફરાર હેમરાજની ધરપકડ કરી હતી જ્યારે કેયુરીબેનને સારવાર અર્થે ખસેડ્યા હતા.

ઘટનાં અંગે મળતી માહિતી અનુસાર રેખાબહેન (નામ બદલેલ)નાં લગ્ન પોતાનાંથી 20 વર્ષ મોટા હેમરાજ કામદાર સાથે થયા હતા. હેમરાજ કામદાર 9 વર્ષ પહેલા રેખાબહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે બંન્ને વચ્ચેનાં ઉંમરનાં અંતરનાં કારણે હેમરાજ વારંવાર રેખાબહેન પર વહેમાતો હતો. જેનાં કારણે ઘણીવાર ઘરે મારઝુડ પણ થતી રહેતી હતી.

વાસણા ચંદ્રનગર ખાતે પનામાં સોસાયટીમાં રહેતા હેમરાજ કામદાર (51)એ પોતાનાં પ્રથણ લગ્નમાંથી છુટાછેડા બાદ 9 વર્ષ પહેલા 20 વર્ષ નાની પ્રેમિકા રેખા (31) સાથે લગ્ન કરી લીધા હતા. શુક્રવારે સવારે બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી રેખા પોતાનું લેપટોપ ગાડીમાંથી લેવા માટે બહાર ગઇ હતી. જે સમયે હેમરાજે ગાડી હંકારી મુકતા રેખાબહેન પહેલા ઘસડાય હતા ત્યાર બાદ ગાડીનું વ્હીલ તેનાં પગ પરથી ફરી વળ્યું હતું.

જો કે હેમરાજે જરા પણ પરવા કર્યા વગર ગાડી લઇને ચાલતી પકડી હતી. રેખાબહેન કણસતી હાલતમાં પડી રહ્યા હતા. આસપાસનાં પાડોશીએ 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં તેણે પોતાનાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હેમરાજની ધરપકડ કરી હતી. હેમરાજ પાસેથી ગુનામાં વપરાયેલી ગાડી પણ જપ્ત કરી લેવાઇ છે.

You might also like