હેમા ઉપાધ્યાય હત્યા કેસ વારાણસીથી બેની ધરપકડ

728_90

મુંબઈઃ પ્રખ્યાત ચિત્રકાર હેમા ઉપાધ્યાય અને તેમના વકીલ હરેશ ભંબાણીના ડબલ મર્ડર કેસમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ વારાણસીમાંથી બે શકમંદોની ધરપકડ કરી હતી. એસટીએફના સિનિયર પોલિસ સુપરિન્ટેન્ડન્ટ અમિત પાઠકે જણાવ્યું હતું કે શકમંદો પાસેથી મૃતકોની એટીએમ કાર્ડસ,આઈડેન્ટિટી કાર્ડસ અને અન્ય ચીજો સહિત અંગત વસ્તુઓ મળી આવી હતી. પોલિસે બંન્નેની ઓળખ આપવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું કે હાલ બંન્નેની પૂછપરછ ચાલી રહી છે. પાઠકના જણાવ્યા મુજબ આ બંન્ને જણાએ હત્યામાં અને ઉપાધ્યાય તથા ભંબાણીના મૃતદેહોના નિકાલમાં મુખ્ય ગુનેગારની મદદ કરી હતી. પાઠકે કહ્યું કે આ આરોપીઓ મુંબઈમાં ફેબ્રિકેશન કારીગરો તરીકે કામ કરે છે. પૂછપરછ પૂરી થયા બાદ તેમની સંડોવણી વિશે વધુ માહિતી આપવાનું પાઠકે જણાવ્યું હતું.  સૂત્રોએ જણાવ્યું હતું કે વારાણસી પહોંચેલી મુંબઈ પોલિસની ટીમે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને આ બંન્નેને ઝડપી પાડ્યા હતા.

You might also like
728_90