મથુરા પહોંચ્યા હેમા માલિની, શહિદ પરિવારની લેશે મુલાકાત

મથુરાઃ મથુરમાં બનેલી દર્દનાક ઘટનાના દોઢ દિવસ પછી મથુરાની સાંસદ હેમા માલિની તેમના સાંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે. તેઓ આજે શહિદ એસપી મુકુલ ત્રિવેદીના પરિવારને મળવાના છે.  હેમા માલિનીએ જણાવ્યું હતું કે તે એક કલાકાર છે અને પોતાના કામ માટે તે મુંબઇ ગઇ હતી. પરંતુ તેને ઘટનાની જાણ થતા જ તે મથુરા આવી ગયા છે.

ઘટના બન્યાના દોઢ દિવસ પછી આવવા અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ મોડા આવ્યાં છે. આ સાથે જ તેમણે સત્તાધિશ પાર્ટી પર આ મામલે પ્રહાર કરીને આ ઘટના માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તેમના અધિકારમાં નથી.

ઉલ્લેખનિય છે કે ગુરૂવારે મથુરામાં ગેરકાયદેસ દબાણ હાટવવા મુદ્દે થયેલા ઘર્ષણમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા હતા. ત્યારે શુક્રવારે આ ઘટનાથી અજાણ હોય તેમ હેમા માલિની ટવિટર પર તેમના શુટિંગના ફોટો પોસ્ટ કરી રહ્યાં હતાં. જેણે ભારે વિવાદ સર્જ્યો હતો. જોકે ત્યાર બાદ તેમણે ટવિટર પરથી ફોટોગ્રાફ્સ ડિલિટ કરી દીધા હતા. જ્યારે તેઓ આ ઘટનાને પગલે આજે મથુરા આવ્યા છે અને શહિદ પરિવારને મળવાના છે.

You might also like