દલિતોને અનામતની જગ્યાએ બિઝનેસની તક પુરી પાડો: રાજન

દેશમાં ચાલી રહેલી આવક અસમાનત તરફ ઇશારો કરતા રિઝર્વ બેન્કના ગર્વનર રઘુરામ રાજને કહ્યું હતું કે દલિતો માટે બિઝનેસ આસાન બનાવવા માટે વિચારવું જોઇએ. આ તેમના સામાજિકતામાં પ્રભાવશાળી માટે કોઇપણ અનામતની કરતા વધુ યોગ્ય હશે. રાજને ધનને સમાનતાનું સૌથી મોટુ સાધન બનાવ્યું અને સંપત્તિ કમાવવા માટે અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના બદલે તેના તરફ સમાજની સહિષ્ણુતા વધારવાનું આહવાન કર્યું હતું.

ભારતીય અર્થવ્યવસ્થાને ‘અંધોમેં કાના રાજા’ કહીને વિવાદમાં રહેલા રાજનને કહ્યું હતું ભારતની વૃદ્ધિને લઇને કોઇ સમસ્યા નથી પરંતુ તે વધારે સારી થઇ શકે છે. રાજન એક યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં પોતાના સંબોધનમાં કહ્યું કે તમે બજારમાંથી કાંઇપણ ખરીદવા ઇચ્છતા હો તો તમારી પાસે ધન હોવું જરૂરી છે. રાજને ભારપૂર્વક જણાવ્યું કે દલિતો માટે બિઝનેસ શરૂ કરવાનું આસાન બનાવવું જોઇએ જે કોઇપણ પ્રકારના અનામતના મુકાબલે તેની સામાજીક સ્થિતિને સુધારવામાં વધુ યોગદાન કરશે.

રાજને સૂચન કર્યું હતું કે ધન તેમજ સંપત્તિના ઉપયોગ પર રોક લગાવાના બદલે તેના ઉપયોગ માટે સમાજની સહિષ્ણુતા વધારવા માટે વિચારવું જોઇએ. તેમણે ભારતના જીડીપી ગ્રોથને લઇને જણાવ્યું કે મને ભારતની વૃધ્ધિને લઇને કોઇ ચિંતા નથી. તે સારી છે અને તે વધારે સારી થઇ શકે છે. ભારત 2015-16માં 7.6 ટકા વૃદ્ધિ સાથે દુનિયમાં સૌથી ઝડપથી વૃધ્ધિ કરનાર અર્થવ્યવસ્થા તરીકે ઉભરી છે.

You might also like