હેલમેટ બન્યું ફરજિયાત, મહિલાઓ અને બાળકોએ પણ પહેરવી પડશે

અમદાવાદઃ વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા હેલમેટ પહેરવાનો નિર્ણય ફજિયાત કરવામાં આવ્યો છે. પહેલાં આ નિયમમાં મહિલાઓને છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હવે મહિલાઓ અને 12 વર્ષથી નાના બાળકોને પણ ફરજિયાત પણે હેલમેટ પહેરવું પડશે. આજે વાહન વ્યવહાર અને રાજ્યના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી દ્વારા આ નિયમની જાહેરાત કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ હેલમેટ પહેરવાના નિયમ અંગે જાહેરાત કરતા જણાવ્યું છે કે 50 સીસીથી ઓછા દ્વિચક્રિ વાહન ચાલકોને પણ હવે હેલમેટ પહેરવું પડશે. એટલું જ નહીં દ્વિચક્રિ વાહનમાં ડ્રાઇવિં કરનાર વ્યક્તિ સાથે પાછળ બેસનાર વ્યક્તિએ પણ ફરજિયાત હેલમેટ પરેવું પડશે. જો દ્વિચક્રિ વાહનમાં પાછળ મહિલા બેઠી હોય તો તેણે પણ ફરજિયાત પણે હેલમેટ પરેવું પડશે.

ટુ વ્હીલર્સ માટે વાહન વ્યવહાર કમિશન દ્વારા આ નિયમ ફરજીયાત પણે લાગુ કરવામાં આવ્યો છે. શહેરમાં વધી રહેલા અકસ્માતો અને અકસ્માતે વધી રહેલી મોતની સંખ્યાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો સલામતીના આશયથી આ પહેલાં પણ હેલમેટ ફરજિયાત પણે પહેરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ નિયમમાં મહિલાઓને છૂટછાટ આપવામાં આવતી હતી. ત્યારે હવે મહિલાઓને પણ નિયમ અંતર્ગત હેલમેટ ફરજીયાત પણે પહેરવું પડશે.

You might also like