મેચ દરમ્યાન સ્ટેડિયમમાં એકાએક ઉતારવું પડ્યું હેલિકોપ્ટર, જાણો કેમ?

ન્યૂ દિલ્હીઃ ક્રિકેટ મેચ દરમ્યાન ક્યારેક ક્યારેક અનેક વખત એવી ઘટનાઓ પણ સર્જાતી હોય છે કે જેને તમે જીવનમાં ક્યારેય ના ભૂલાવી શકો. એવામાં ઇંગ્લેન્ડની ધરતી પર કાઉન્ટી મેચ દરમ્યાન એવો નજારો પણ જોવા મળ્યો કે જેને જોતાની સાથે જ આપ હેરાન થઇ જશો.

હકીકતમાં મેનચેસ્ટરમાં આવા દિવસોમાં એસેક્સ અને લેંકશાયરની વચ્ચે કાઉન્ટી મેચ રમવામાં આવી રહી છે. મેચનાં ત્રીજા દિવસે 64મી ઓવર ચાલી રહી હતી. એવામાં અચાનક જ મેદાનમાં એક હેલીકોપ્ટરે આવીને ઉતરાણ કર્યું. તુરંત જ મેદાન પર મેચને પણ રોકી દેવામાં આવી. જો કે બાદમાં તુરંત જ જણાવવામાં આવ્યું કે મેચ જોવા માટે આવેલ એક ક્રિકેટ ફેનની તબિયત અચાનક જ લથડી ગઇ છે.

તમને જણાવી દઇએ કે મેડિકલ ઇમરજન્સી કેસ છે. જો કે આ બીમાર શખ્સની તબિયતને લઇને કોઇ જ અપડેટ તો આપવામાં નથી આવેલ. થોડાંક સમય બાદ મેચને રોકવામાં આવી. બીમારને હોસ્પિટલ લઇ જવા માટે હેલિકોપ્ટર ઉડ્યાં બાદ એક વાર ફરીથી મેચ શરૂ કરવામાં આવી.

You might also like