વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર દુર્ઘટના: 6 શ્રદ્ધાળુઓનાં મોત

કટરા : જમ્મુ – કાશ્મીરમાં વૈષ્ણોદેવી જઇ રહેલ એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. હેલિકોપ્ટરે કટરાથી સાંઝીછત જવા માટે ઉડ્યન કરી હતી. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓ અને એક મહિલા પાયલોટનું મોત નિપજ્યું હતું. હેલિકોપ્ટર હિમાલય હેલી સર્વિસ કંપનીનું હતું.
દુર્ઘટનાં બાદ જમ્મૂ -કાશ્મીરનાં ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહે ઘટનાંસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે હેલિકોપ્ટરનાં પાયલોટ અનુભવી હતા અને હેલિકોપ્ટરમાં પણ કોઇ ટેક્નિકલ ખામી જણાતી નહોતી. નિર્મલસિંહે કહ્યું કે હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું ત્યાંથી એક મૃત પક્ષી પણ મળી આવ્યું છે.શક્ય છેકે પક્ષીનાં કારણે દુર્ઘટનાં બની હોઇ શકે છે. દુર્ઘટનાંના કારણો જાણવા માટે એક ટીમની રચનાં કરવામાં આવી છે.
તપાસ બાદ જ દુર્ઘટનાના કારણો સ્પષ્ટ થઇ શકશે. જણાવાઇ રહ્યું છે કે કટરાથી સાંઝીછત જઇ રહેલા હિમાલયન કંપનીનાં હેલિકોપ્ટરમાં 6 લોકો બેઠેલા હતા. અચાનક તે આગનો ગોળો બનીને નીચે પટકાયું હતું. હાલ તો શબોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

You might also like