મુંબઈમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટની સાવચેતીથી ટળી મોટી દુર્ઘટના

મુંબઈ: અહીં રવિવારની બપોરના એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટના ગોરેગાંવના રહેણાંક વિસ્તાર પાસે થયો છે. રિપોર્ટ્સ પ્રમાણે પાયલોટની તકેદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જણાવી દઈએ કે ટેકનિકલ ખામીને કારણે પાયલોટ હેલિકોપ્ટરને રહેણાંક વિસ્તારની બહાર લઈ ગયો હતો. મુંબઈના મશહુર રોયલ્સ પોલ્મસ કોલોની પાસે જંગલાચ્છાદિત વિસ્તારમાં હેલિકોપ્ટર લેન્ડ ક્રેશ થઈ ગયું. અને પછી આગ લાગી હતી. દુર્ઘટના રહેણાંક વિસ્તારમાં થઈ હોત તો જાનમાલને નુકસાન થવાની ઘણી શક્યતા હોત.

દુર્ઘટના સમયે આગ ઓલવવા માટે બે ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હેલીકોપ્ટરના એન્જિનમાં લાગેલી આગ ઓલવવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં એક મહિલા સહિત 4 લોકો સવાર હતા, ચાર ઘાયલોમાં હેલિકોપ્ટરના બે પાયલોટ કેપ્ટન પીકે મિશ્રા અને કેપ્ટન દેવેન્દ્ર સિંહ પણ શામેલ હતા. ઘાયલોમાં એક મહિલાનું મોત થયું હતું.

You might also like