નેપાળ : યાત્રીઓને લઇ જઇ રહેલું ચોપર દૂર્ઘટનાગ્રસ્ત, પાયલટ સહિત છ યાત્રીઓ હતા સવાર

નેપાળમાં યાત્રીઓને લઇ જતું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. આ હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. આ એરબસ નિર્મિત ઇયરુઇલ હેલિકોપ્ટર નેપાળના અલ્ટીટયૂડ એરથી સંબંધિત હતું અને તેનો ઉપયોગ પહાડ પર ફસાયેલા લોકોની બચાવ કામગીરી માટે કરવામાં આવતો હતો.

આ હેલિકોપ્ટરમાં પાયલોટ સાથે 6 યાત્રીઓ સવાર હતા. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા જણાવામાં આવ્યું છે કે બચાવ હેલિકોપ્ટર ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહ્યું હતું, જ્યારે સેના અને પોલીસ જવાન પર્વત પર ચાલી રહ્યાં હતા. આ દૂર્ઘટના રાજધાની કાઠમંડૂના ઉત્તર પશ્ચિમથી 80 કિમી દૂર થઇ છે.

આ ચોપર રડારથી બહાર થઇ ગયું હતું. જ્યારે તેને નુવાકોટ અને ઢાંડિંગ જિલ્લામાં જોવામાં આવ્યું હતું. જો કે એવી આશંકા કરવામાં આવી રહી છે કે હેલિકોપ્ટરમાં સવાર બધા સાત લોકોના મોત નિપજ્યાં છે. રડારમાંથી બહાર થયા બાદ હેલિકોપ્ટર સત્યવતીના જંગલોમાં જોવા મળ્યું હતું.

જ્યાં હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું તે સ્થાન 5500 ફીટ પર આવેલ છે. ખરાબ મૌસમને લઇને બચાવ કામગીરીમાં વિધ્ન આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 2016માં થયેલ વિમાન દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા હતા.

You might also like