લગ્ન માટે ઘણા કિલોમીટર સુધી ચાલી આ દુલ્હન

બેંગ્લોર: કાવેરીના પાણીને લઇને કર્ણાટકમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનોના કારણે સામાન્ય જનજીવન પર ખરાબ અસર પડી છે. ખાસ કરીને લગ્ન જેવા આયોજન પર તેની ખાસ અસર જોવા મળે છે. મંગળવારે પબ્લિક ટ્રાન્સપોટેશન બંધ હોવાને કારણે એક દુલ્હન ઘણા કિલોમીટર સુધી ચાલીને કર્ણાટક બોર્ડર પાર કરીને તમિલનાડુના વનિયાંબડી પહોંચી. બેંગલોરની રહેવાસી આર પ્રેમા નામની આ છોકરીના લગ્ન બુધવારે તમિલનાડુમાં રહેનારા છોકરા સાથે થયાં હતા.

કાવેરી વિવાદને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હતું, પ્રેમાને ઘણા કિલોમીટર ચાલવું પડ્યું અને પ્રાઇવેટ ગાડીઓનો સહારો લેવો પડ્યો હતો. પ્રેમાએ જણાવ્યું કે, ‘હું બેંગ્લોરથી આવી રહી છું. અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાન્સપોર્ટની સુવિધા બંધ હોવાને કારણે અમારે બસ અને રીક્ષા કરીને આવવું પડ્યું હતું.’

કાવેરીના પાણીને લઇને કર્ણાટક અને તમિલનાડુમાં અશાંતિ ફેલાવનાર લોકોને સિખ આપતાં પ્રેમાએ કહ્યું, ‘હું બધાને એખ વાત કહેવા માંગું છું કે આપણે સમજવું પડશે કે આપણે બધા ભારતીય છે. બંને રાજ્યોના લોકોને પરેશાની થઇ રહી છે. આ સારી રીત નથી.

પ્રેમાએ કહ્યું કે લગ્નને લઇને મારા મગજમાં જે ઉત્સાહ હતો તે હવે ઓછો થઇ ગયો છે. અમે 600 લગ્નના કાર્ડ વહેંચ્યા હતા. ફક્ત 20 લોકો જ લગ્નમાં આવી રહ્યા છે.

You might also like