વિલિયમ્સ પોતાનાં બાવડાં પર ૪૫૫ કિલો વજન ઉઠાવી લે છે

વોશિંગ્ટનઃ રે વિલિયમ્સનું નામ કદાચ તમે સાંભળ્યું નહીં હોય. અમેરિકાનો વિલિયમ્સ સુપર હેવી વેઇટ ચેમ્પિયન પાવરલિફ્ટર છે, જેણે વજન ઉઠાવવામાં એક આશ્ચર્યજનક સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં વિલિયમ્સે ૪૫૫ કિલો વજન ઉઠાવીને વેઇટલિફ્ટિંગની દુનિયામાં બધાને ચોંકાવી દીધા છે. વિલિયમ્સની પહેલાં આજ સુધીમાં કોઈ પાવરલિફ્ટરે ૪૫૫ કિલોની આસપાસ વજન ઉઠાવ્યું નથી. આટલું વજન ઉઠાવનારો વિલિયમ્સ દુનિયાનો પહેલો પાવરલિફ્ટર છે. વિલિયમ્સ ટાઇટેનિક પાવર લિફ્ટર તરીકે પણ જાણીતો છે.

આટલું બધું વજન ઉઠાવવા માટે વિલિયમ્સે પોતાના કાંડા કે ઘૂંટણ પર સ્ટ્રેપ્સ બાંધ્યા નહોતા. સામાન્ય રીતે વેઇટ લિફ્ટિંગમાં ઈજાથી બચવા માટે વેઇટ લિફ્ટર સ્ટ્રેપ્સનો ઉપયોગ કરે છે. વિલિયમ્સમાં એટલી ગજબની સ્ટેમિના છે કે પોતાની વેઇટ લિફ્ટિંગની ટ્રેનિંગ દરમિયાન તે ૪૦૦ િકલો વજન ઉઠાવ્યા બાદ તે સતત ઘણા બધા પુલ-અપ્સ કરે છે.
http://sambhaavnews.com/

You might also like