હિમાચલમાં ભારે બરફ વર્ષાઃ દિલ્હીમાં ધુમ્મસથી અનેક ટ્રેન-ફલાઈટ મોડી

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષાથી હાલ અનેક વિસ્તાર ઠંડીની લપેટમાં આવી ગયા છે. અને તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે દિલ્હીમાં પણ ગાઢ ધુમ્મસ છવાતાં અનેક ૮૦ ટ્રેન અને સાત ફલાઈટ મોડી પડી રહી છે. જ્યારે ૨૩ ટ્રેનના સમય બદલવામાં આવ્યા છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાથી દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક મેદાની વિસ્તારમાં ગઈ કાલથી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને તેને કારણે હવાઈ અને રેલવે વ્યવહાર પર અસર થઈ રહી છે.

જ્યારે હિમાચલના સિમલા અને ધર્મશાળા સહિત જમ્મુના ડોડામાં ઉત્તરાખંડના ચાર ધામમાં પણ ભારે બરફ વર્ષા થઈ હતી.જેના કારણે આ વિસ્તારમાં તાપમાનનો પારો વધુ ગગડી જતાં ઠંડી તીવ્ર બની ગઈ છે. બરફ વર્ષાથી દિલ્હી અને એનસીઆરમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વાહન વ્યવહાર પર તેની સીધી અસર પડી છે. જેમાં દિલ્હી વિસ્તારની લગભગ ૮૦ ટ્રેન મોડી ચાલી રહી છે. તેમજ હવાઈ સેવા પર પણ અસર પડી છે. તેમજ ૨૩ ટ્રેનના સમય બદલવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશના જાણીતા સ્થળ એવા સિમલામાં સિઝનમાં પ્રથમવાર બરફ વર્ષા થઈ હતી. જ્યારે આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં વરસાદ પણ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આજે પણ સિમલા, કુલ્લુ,લાહૌલ-સ્પિતી અને ચંબા જિલ્લામાં બરફ વર્ષા થાય તેવી સંભાવના છે. જોકે બીજી તરફ કાશ્મીર ખીણ વિસ્તારમાં હાલ ઠંડીમાંથી થોડી રાહત મળી છે. જ્યારે પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ થયાના અહેવાલ છે.

home

You might also like