પૂરસંકટ હજુ ગંભીરઃ ઉત્તરાખંડના પૌડીમાં આભ ફાટ્યું

નવી દિલ્હી: ઉત્તરાખંડના પાબૌ બ્લોકના બિડોલસ્યૂપટ્ટી ખાતેના મરોડા ગામમાં સોમવારે ફરી આભ ફાટતાં ભારે તબાહી મચી ગઈ છે, જેના કારણે 24 જેટલી ગૌશાળામાં પાણી ફરી વળતાં ગૌશાળાઓ તણાઈ જતાં તેની સાથે 50થી વધુ પશુધન પણ તણાઈ ગયું છે તેમજ એક મહિલા લાપતા થઈ છે. બીજી તરફ બિહારમાં પણ હજુ કેટલીક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. સતત વરસતા વરસાદના કારણે દેશના અનેક વિસ્તારમાં મચેલી તબાહીનો સામનો કરવા બિહાર અને ઉત્તરપ્રદેશમાં એનડીઆરએફની 10 ટીમને રાહત-બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી છે. પૂરગ્રસ્ત રાજ્યમાં સ્થિતિ હજુ સ્ફોટક છે.
આ અંગે ઉપજિલ્લા અધિકારી પી. એલ. શાહે જણાવ્યું કે આ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ છે. આ દરમિયાન પશુધનને ચારો નાખવા ગયેલી અનીતાદેવી પ્રવીંદસિંહ (ઉ.વ.33) અતિવૃષ્ટિની ચપેટમાં આવી ગઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે આપાતકાલીન પ્રબંધન, જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામીણ લોકોની મદદથી રાહત-બચાવ ટીમ એક લાપતા મહિલાની શોધખોળ કરી રહી છે.

બિહારના ખગડિયામાં ડેમ તૂટતાં ભાગલપુર ટાપુમાં ફેરવાયું
બે દિવસ પહેલાં મધ્યપ્રદેશના વાણસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સોન નદીની સપાટીમાં વધારો થતાં હાલ આ નદી ભયજનક સપાટીએ વહી રહી છે. આ સોન નદીમાં માત્ર બે કલાકમાં જ દોઢ લાખ ક્યુસેકથી વધુ પાણી આવી ગયું હતું ત્યારે પૂરથી પ્રભાવિત પટણા સહિત 12 જિલ્લા માટે આગામી 24 કલાક મહત્ત્વના રહેશે, કારણ કે સોન નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં ગંગા નદીની સપાટીમાં વધારો થયો છે. ગંગા સિવાય અન્ય નદીઓ પણ ભયજનક સપાટીએ વહી રહી છે. આ દરમિયાન એનડીઆરએફની 16 ટીમે 5000 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ સિવાય પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફની 56 ટીમ તહેનાત કરવામાં આવી છે. બિહારમાં આવી 16 ટીમ કાર્યરત છે, જેમાં સૌથી મોટું રેસ્ક્યૂ ઓપરેશન દિદારગંજમાં કરવામાં આવ્યું હતું, જ્યાં 3400 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ખગડિયામાં ડેમ તૂટતાં ભાગલપુર ટાપુમાં ફેરવાઈ ગયું હતું.

ભારે વરસાદથી તબાહી મચતાં અને ગંગા નદીમાં પૂર આવતાં 2.74 લાખ લોકો બેઘર બની ગયા છે. 23 પંચાયત પૂરેપૂરી પૂરની ચપેટમાં આવી ગઈ છે તેમજ અન્ય નવ પંચાયત પર પૂરની અસર થયેલી જોવા મળી રહી છે.

પૂરગ્રસ્તોને તમામ પ્રકારની સહાય અપાશેઃ મોદી
બિહારમાં સતત અને ભારે વરસાદ બાદ આવેલા પૂરથી અનેક વિસ્તારમાં ભારે તબાહી મચી છે ત્યારે વડા પ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી મુખ્યપ્રધાન નીતીશકુમાર સાથે ચર્ચા કરી હતી તેમજ રાજ્યના તમામ પૂરગ્રસ્તોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી.

આ અગાઉ પણ મોદીએ ટિ્વટ કરતાં જણાવ્યું હતું કે બિહાર તેમજ અન્ય રાજ્યમાં પૂરના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા અને રાહત-બચાવ કામગીરી માટે કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે અને તે માટે શક્ય તેટલી મદદ કરશે. આ માટે ગૃહપ્રધાન રાજનાથસિંહ સરકારના સંપર્કમાં છે. દેશના અનેક વિસ્તારમાં સતત વરસાદથી ઊભી થયેલી સ્થિ‌િતને પહોંચી વળવા અનેક વિસ્તારમાં સેનાના જવાનો રાહત-બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે. સ્થિ‌િત વણસતાં અનેક રાજ્યમાં લશ્કરને બોલાવવાની ફરજ પડી છે.

મોદીના જનસંપર્ક કાર્યાલય પર પી‌િડત સહાયતા કેન્દ્ર ખૂલ્યું
દરમિયાન વડા પ્રધાન મોદીના જનસંપર્ક કાર્યાલય પર જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ પીડિત સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને મોદીએ પણ તમામ પૂરગ્રસ્તોને શક્ય તેટલી તમામ પ્રકારની સહાય કરવા ખાતરી આપી છે. પીએમઓના આદેશથી એનડીઆરએફની ટામ સંસદીય કચેરીએ પહોંચી ગઈ છે અને ત્યાં ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી પી‌િડતોને તમામ પ્રકારની મદદ કરવાના આયોજન અંગે ચર્ચા થઈ હતી.

દેશનાં અનેક શહેર પૂરની લપેટમાં
ઉત્તર ભારત અને બિહારના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી વણસેલી સ્થિ‌િતથી દેશનાં અનેક મોટા શહેર પૂરની ચપેટમાં આવી ગયા છે તેમજ અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી રાહત-બચાવ ટીમને પૂરગ્રસ્તોને મદદ કરવા તત્પર રહેવા આયોજન કરવામાં આવ્યું છે. હજુ પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતાં તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

You might also like