અમેરિકા: કેલિફોર્નિયામાં ભારે વરસાદ બાદ પૂર, 17નાં મોત

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે તો મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શકયતા સેવાઈ રહી છે.

કેલિફોર્નિયામાં આવેલા વિનાશકારી પૂરના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં હજારો લોકો બેઘર થઈ ગયા છે. તો હજુ પણ અનેક લોકો લાપતા છે. તો બીજી બાજુ તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. કોફાનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે તો સુરક્ષા જવાનો હેલિકોપ્ટર દ્વારા મકાનની છત પર ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે.

You might also like