ઉત્તર ભારતમાં ભારે વરસાદથી સિમલા મરચાંના ભાવ તીખા તમતમતા થયા

અમદાવાદ: દેશના ઉત્તર ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં પાછલાં બે સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિક બજારમાં સિમલા મરચાની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં આ રાજ્યોમાં પડેલા ભારે વરસાદના કારણે સિમલા મરચાના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના કારણે સ્થાનિક બજારમાં માત્ર બે જ સપ્તાહમાં ભાવ બમણા થઇ ગયા છે.

સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં થયેલા ભારે વરસાદના કારણે સિમલા મરચાની આવકમાં મોટી ઘટ પડી છે. બે સપ્તાહ પૂર્વે ૬૦થી ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાતા આ જ સિમલા મરચાના ભાવ સ્થાનિક બજારમાં બમણા થઇ ૧૫૦થી ૨૦૦ની સપાટીએ પહોંચી ગયા છે.

You might also like