ચીનમાં ભારે વરસાદના લીધે તબાહી, 98 લોકોનાં મોત, 800થી વધુ ઘાયલ

બીજિંગ: ચીનના પૂર્વમાં સ્થિત જિયાંગ્સૂ પ્રાંતમાં ભારે વરસાદના લીધે ઓછામાં ઓછા 98 લોકોના મોતના સમાચાર છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારી એજન્સી શિન્હુઆના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે વરસાદ, કરા અને તોફાનના લીધે યાનચેંગ શહેરમાં જનજીવન પર અસર પડી છે અને ઘણા મકાન ધ્વસ્ત થઇ ગયા છે. યાનચેંગના ઉપનગર ફુનિંગ અને શેયાંગ કાઉંટીના અનેક વિસ્તારોમાં પણ ખરાબ હવામાનના સમાચાર છે.

એજન્સીના અનુસાર, પ્રાંતમાં ભારે વરસાદના લીધે અત્યાર સુધી 98 લોકોના મોત નિપજ્યાં છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. ફુનિંગ કાઉંટીમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ ફુનિંગ કાઉંટીના ઘણા બાહરી વિસ્તારોમાં તબાહી મચાવી. શેયાંગમાં પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકની હતી.

વાવાઝોડાના લીધે અનેક મકાનો ધ્વસ્ત થઇ ગયા. 51 લોકોના મોત નિપજ્યા છે અને ડઝનો ઘાયલ થયા છે. કેટલાક વિસ્તારોમાં વિજળી ઠપ્પ થઇ જતાં તથા ટેલિકોમ સેવા ઠપ્પ થઇ ગઇ હોવાના સમાચાર છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેમણે મોટા મોટા ઝાડને પડતાં અને ગામને વિનાશ થતાં જોયા છે. શિન્હુઆના અનુસાર લોકોને તેમના ધ્વસ્ત થયેલા મકાનોના કાટમાળ નીચે કાઢવામાં આવ્યા અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.

યાનચેંગ શહેરમાં ટોચના અધિકારી પ્રભાવિત ગામમાં રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યાં છે. નાગરિક મામલાના મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ચીનના 10 પ્રાંત સ્તરના ક્ષેત્રોમાં ગત પાંચ દિવસમાં ભારે વરસાદના લીધે 42 લોકોના મોત નિપજ્યાં અને 25 ગુમ છે.
મંત્રાલયના અનુસાર ઝેજિયાંગ, જિયાંગ્શી, હુબેઇ અને સિચુઆન સહિત દેશના દક્ષિણી ભાગોમાં સતત મૂશળાધાર વરસાદના લીધે 4,60,000થી વધુ લોકોને અન્ય સ્થળે ઘસેડવામાં આવ્યા અને 3,21,000 લોકોને તત્કાલિક રાહતની જરૂર છે. ચીનમાં સિઝનના વરસાદના લીધે દર વર્ષે ભારે પૂર આવે છે. અને મેના અંત સુધીમાં લગભગ બે મહિના સુધી આ આફતથી પ્રભાવિત રહે છે.

You might also like