રાજુલા જાફરાબાદમાં સાંબેલાધાર: સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂત લાયક વરસાદ

રાજુલા : વહેલી સવારે ચાર વાગ્યાથી રાજુલા, જાફરાબાદ સહિત અમરેલી, ગીર સાસણ, ધારી, લાઠી અને ઉના સહિતનાં વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. રાજુલામાં માત્ર 3 કલાકમાં જ 8 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજુલા શહેરમાં ભારે વરસાદનાં પગલે વિજળી ગુલ થઇ ગઇ હતી. ભારે વરસાદનાં કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

કુંકાવાવમાં ખેડૂત પર વિજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. સાવરકુંડલાનું પીપરડી ગામ બેટમાં ફેરવાયું હતું. વીજપડીમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. ધિયાળ તેમજ શાહી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. અમરેલી, રાજુલા અને જાભરાબાદ ભારે વરસાદનાં કારણે નાવલી નદી પણ બેકાંઠે વહી હતી. છ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. રાજુલા અને સાવરકુંડલામાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી પડી હતી.

બીજી તરફ ઉના શહેરમાં ચાર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે. જ્યારે ઓલવણ અને પારડીમાં છ છ ઇંચ વરસાદ પડી ગયો હતો. નાગરિયા ગામ સંપર્ક વિહોણું થયું છે. ઉના શહેરમાં ઘરણાં પાણી ઘુસી ગયા હતા.તલાલા અને ગીર સહિતનાં સમગ્ર વિસ્તારમાં ડોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. એક રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ખુબ જ ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. ખેડૂતોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ

You might also like