પંચમહાલ અને ગોધરામાં ભારે વરસાદ : વડોદરાથી NDRF બોલાવાઇ

પંચમહાલ : રવિવારે મોડી રાત્રે અને સોમવારે સવારે પંચમહાલ અને ગોધરામાં વરસાદની હેલી મંડાણી હતી. જેનાં પગલે બંન્ને નગરપાલિકાઓનાં એક્શન પ્લાન ધોવાઇ ગયા હતા. સાથે સાથે નદી નાળાઓ પણ છલકાઇ ગયા હતા. જ્યારે 20થી વધારે લોકો પાણીમાં ફસાયા હતા. 50થી વધારે પશુઓ પુરનાં કારણે તણાયા હતા. રાહત અને બચાવ કાર્ય માટે વડોદરાથી NDRFની ટીમ બોલાવવી પડી હતી.

ભારતે વરસાદનાં પગલે પંચમહાલ જિલ્લામાં ઘણા ગામોમાં અંધારપટ છવાઇ ગયો હતો. જ્યારે રસ્તા ધોવાઇ જવાનાં કાણે વાહનચાલકોને પણ મુશ્કેલીઓ પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો. કેટલાક વિસ્તારોમાં તો કેડસમા પાણી ભરાઇ જતા લોકોને ભારે કઠાવેઠ ભોગવવી પડી હતી. જ્યારે તંત્રનો પ્રિમોન્સુન પ્લાન સાવ એળે ગયો હતો.

જો કે વરસાદનાં કારણે પરિસ્થિતી વણસતી જોઇને વડોદરાથી એનડીઆરએફની ટીમને બોલાવી લેવાઇ હતી. ગોમાં નદીમાં 14 વર્ષ બાદ પાણી અને પુર બંન્ને આવ્યા હતા. હાલોલ તાલુકાનાં સુરેલી ગામે બ્રિજનો કેટલોક ભાગ તુટી પડતા વાહન વ્યવહાર અટકાવી દેવાની ફરજ પડી હતી. જેનાં કારણે ઘણા લોકો ફસાઇ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા તાકીદે રાહત અને બચાવ કાર્ય આરંભી દેવામાં આવ્યું છે.

You might also like