અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ : 4 કલાકમાં 2 ઇંચ ખાબક્યો

અમરેલી : અમરેલી જિલ્લામાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. એન્ટ્રી પણ એટલી ધમાકેદાર હતી કે બે ઇંચ જેટલો વરસાદ ખાબડ્યો હતો. સારા વરસાદનાં કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમુખેતી ગામમાં 4 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તેમજ રાજુલા અને માનદરડી સહિતનાં ગામોમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો. સ્થાનિક ફલતુ નદીમાં પહેલા જ વરસાદમાં ઘોડાપુર આવ્યું હતું.

અમરેલી જિલ્લામાં મંગળવાર સવારથી મેઘ મહેર શરૂ હતી. પ્રથમ જ વરસાદમાં ઘણાખરા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને તંત્રની મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. અમરેલીનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાનાં કારણે લોકોને હાલાકી પડી હતી. જો કે અચાનક વરસાદ થવાનાં કારણે કોઇ તૈયારી વગર નિકળેલા લોકો અચાનક વરસાદ કરવાનાં કારણે ભાગદોડ થઇ ગઇ હતી અને જ્યાં ત્યાં આશરો લેતા જોવા મળ્યા હતા.

You might also like