ભારે વરસાદથી શેરબજારના વોલ્યુમમાં ઘટાડો નોંધાયો

અમદાવાદ: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પાછલા બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે મોટા ભાગના બ્રોકર્સ સહિત રોકાણકારોનાં કામકાજ ઉપર અસર થઇ છે. બ્રોકર્સની ઓફિસો સમય કરતાં વહેલી બંધ થવાના કારણે તથા બેન્ક ઓફિસ સ્ટાફના અભાવે શેરબજારનાં કામકાજ અટવાયાં હતાં.

મંગળવારે બીએસઇ પર રૂ. ૩,૬૯૫.૭૧ કરોડનું ટર્નઓવર થયું હતું, જે બુધવારે ઘટીને રૂ. ૨,૪૭૮.૭૨ કરોડનું થયું હતું. એ જ પ્રમાણે મંગળવારે ૨૧,૮૨,૦૧,૯૬૨ શેર કોન્ટ્રાક્ટ થયા હતા, જે ગઇ કાલે ઘટીને ૧૯,૮૧,૭૫,૯૬૦ થયા હતા.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વરસાદના કારણે કામકાજ ઉપર અસર જોવાઇ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર પણ કેશ માર્કેટના વોલ્યુમમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે રૂ. ૨૩,૭૦૨ કરોડની સરખામણીએ બુધવારે ઘટીને રૂ. ૨૩,૨૬૯ કરોડનું વાેલ્યુમ જોવા મળ્યું છે.

You might also like