વડોદરામાં મેધરાજાનું ધમાકેદાર આગમન, ખેડૂતોમાં છવાઇ આનંદની લાગણી

વડોદરાઃ શહેર સહિત મધ્ય ગુજરાતનાં અનેક સ્થળોએ આજે વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે આજે શહેરમાં ઋતુનો પ્રથમ વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. સવારનાં રોજથી આજે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.

ત્યાર બાદ ધીમી ધારે વરસાદ સતત વરસી રહ્યો છે. શહેરમાં આજે સવારનાં સમયથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઇને લોHeavy Rain Start In Vadodara in todayકોમાં ભારે આનંદનો માહોલ છવાઇ ગયો હતો.

શહેરનાં હરણી, કરેલીબાગ, આજવારોડ, વાઘોડિયા રોડ, સમા અને અલ્કાપુરી વિસ્તારોમાં પણ આજે હળવો વરસાદ પડયો છે. જો કે હજુ ઘણાં ખરાં વિસ્તારોમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યાં છે પરંતુ અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

You might also like