અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ, આખરે આતુરતાનો આવ્યો અંત

અમદાવાદઃ શહેરીવાસીઓ ઘણાં લાંબા સમયથી વરસાદની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે આજે બપોર બાદ શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસતાં લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. શહેરનાં કેટલાંક વિસ્તારો જેવાં કે જજીસ બંગલો, એસ.જી હાઈવે, વસ્ત્રાપુર, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, સહિતનાં અનેક વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત શહેરનાં પ્રહલાદનગર, સોલા, વેજલપુર અને સીલજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે તેમજ પૂર્વ વિસ્તારમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યાં હતાં તેનો આખરે અંત આવ્યો છે. બપોર બાદ આજે અચાનક જ ધોધમાર વરસાદ વરસતાં શહેરીજનોએ આ વરસાદમાં ન્હાવાની પણ અનેરી મજા માણી હતી.

કદાચ આ વરસાદ વર્ષનો ચોમાસાનો અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ અને શરૂઆતી વરસાદ છે. અત્યાર સુધી તો શહેરમાં માત્ર ધીમી ધારે જ અથવા તો ઝરમર ઝરમર જ વરસાદ વરસી રહ્યો હતો પરંતુ આજનાં વરસાદથી લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તેમજ ગરમીથી પણ ભારે છુટકારો લોકોને મળ્યો હતો.

You might also like