મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, મૌસમ વિભાગે જાહેર કરી ચેતાવણી

મુંબઇઃ દેશમાં આજે નૈઋત્યનાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ અને મલબારહિલ વિસ્તારમાં આજે મોડી સાંજે ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદ પડવાનાં કારણે રોડ પર ચારે બાજુ પાણી ભરાઈ ગયાં હતાં. મોડી સાંજે ખરીદી કરવા નીકળેલા તેમજ ઓફિસથી છૂટેલાં લોકો પણ ભારે ભીંજાઈ ગયાં હતાં. તેમજ કેટલાંક લોકોએ વરસાદમાં ભીંજાવાનો અનેરો લ્હાવો લીધો હતો.

ભારે પવન સાથે મહારાષ્ટ્રનાં તેહેનમાં અનેક વૃક્ષોને ઉખાડી ફેંકાયાં. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી), મુંબઇએ એક ચેતવણી આપતા રજૂ કરતા કહ્યું કે, ભારે વિજળી સાથે તેજ તોફાનની સાથે-સાથે ભારે આંધી સાથે હજી પણ આગામી કલાકો દરમ્યાન ઠાણેમાં થવાની સંભાવના છે.

મહારાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં ભારે પવન સાથે આજે વરસાદ થયો અને એમાંય ખાસ કરીને મુંબઇનાં મલબારહિલમાં તો સૌથી વધુ વરસાદ થયો. ભારે વરસાદ સાથે મુંબઇનાં હિંદુમાતા વિસ્તારનાં માર્ગો પર ભારે વરસાદ થતાં ચારે બાજુ પાણી પાણી થઇ ગયું અને રસ્તામાં વાહન વ્યવહારને પણ તેની માઠી અસર પડી છે. વરસાદનાં કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો તો ક્યાંક અનેક બાઈક ચાલકો પણ ફસાયાં હતાં.

ભારે વરસાદને લઇને મલબાર હિલમાં માર્ગો પર ચારે બાજુ પાણી ભરાઇ ગયાં અને ભારે ટ્રાફિક જામ પણ સર્જાઇ ગયો. તેમજ કેટલાંક વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયાં હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ વિસ્તારમાં વરસાદને કારણે ઘરે જવા સુધી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આ અંગે આગામી સમયમાં ભારે વરસાદ થવાંની ચેતાવણી આપી છે.

ભારતીય હવામાન ખાતાએ પણ પોતાનાં બુલેટિનમાં જણાવ્યું છે કે, આગામી બે-ત્રણ દિવસમાં, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનાં દક્ષિણી દ્વીપકલ્પ, બંગાળની ખાડી, આસામ, અરુણાચલ પ્રદેશ અને બાકીનાં ત્રિપુરા અને મેઘાલયનાં ભાગો, પશ્ચિમ બંગાળનાં હિમાલયની સાથે સાથે વિસ્તારોમાં વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ પણ સર્જાઇ ગઇ છે.

You might also like