હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શકયતા સેવી છે. જ્યારે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.

આજે રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈથી બંગાળની ખાડીમાં લો – પ્રેશર સક્રિય થશે. જેથી 13 જુલાઈથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.

અમદાવાદમાં વરસાદની 77 ટકા ઘટ હોવાનું સામે આવ્યું છે. જૂનથી અત્યાર સુધીમાં શહેરમાં માત્ર પોણા બે ઈંચ જ વરસાદ વરસ્યો છે. 7 ઈંચ વરસાદ પડવાના બદલે માત્ર પોણા બે ઈંચ જ વરસાદ જ નોંધાયો છે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

તાપી જિલ્લામાં મેઘો મહેરબાન બન્યો છે. સતત 2 દિવસથી તાપીમાં વરસાદ યથાવત્ છે. સોનગઢ, વ્યારા, ડોલવણ, નિ{ર, કુકરમુંડા, વાલોડ ઉચ્છલમાં વરસાદ વરસી રહ્યો છે. ખેતી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.. ભારે વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.

You might also like