મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભારે વરસાદ, મુંબઇમાં ફરી વરસાદ, દરિયા બન્યો ભયાનક

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે થાણે જિલ્લાનો મોદક સાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે. મોદક સાગર ડેમની ભયજનક સપાટી 163.15 મીટર છે. ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જેથી ડેમ ઓવરફ્લો થયો છે.

જેથી ડેમનો એક દરવાજો ખોલી દેતા વૈતર્ણા નદી બે કાંઠે વહી રહી છે. મહત્વનું છે કે મુંબઈકરોના પીવાના પાણીના સ્ત્રોતમાં મોદક સાગર ડેમનો પણ સમાવેશ થાય છે. જે ઓવરફ્લો થતાં મુંબઈકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

મુંબઈમાં ફરી એકવાર વરસાદની ઈનીંગ જોવા મળી. મુંબઈના બાપ્પા ચોક, સુમન નગર અને JVLR માર્ગ મોડી રાતથી જ વરસાદ વરસ્યો. તો હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી તેમજ હાઈટાઈડની આગાહી કરી હતી. જેના પગલે દરિયામાં સિઝનના સૌથી મોટા મોજા ઉછળ્યા હતા.

દરિયામાં 5 મીટર સુધીના મોજા ઉછળ્યા હતા. તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે. બીજી તરફ, પોલીસ, નેવી કોસ્ટ ગાર્ડ, BMC સહિત તંત્રને એલર્ટ પણ કરી દેવાયું છે.

You might also like