ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ર૪ કલાક ભારે વરસાદની આગાહી

અમદાવાદ: પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમ પટ્ટામાં હવાનું અપર એર સકર્યુલેશન સર્જાયું છે. આ સકર્યુલેેશનના કારણે ઉત્તર, દ‌િક્ષણ અને મધ્ય ગુજરાતમાં આગામી ર૪ કલાક ભારે વરસાદના રહેશે.

સ્થાનિક હવામાન કચેરીના હવામાન નિષ્ણાત મનોરમા મોહંતી કહે છે, “દ‌િક્ષણ-પશ્ચિમ મધ્યપ્રદેશના સકર્યુલેશનથી રાજ્યના હવામાનનું ચિત્ર પલટાયું છે. આ સકર્યુલેશનથી રાજ્યના ઉત્તર, દ‌િક્ષણ અને મધ્ય ગુજરાતમાં આગામી ર૪ કલાક ભારે વરસાદ પડશે, જોકે કચ્છને આવતી કાલે આ સકર્યુલેશનનો લાભ થશે. જ્યારે સૌરાષ્ટ્રને હજુ ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.”

દરમિયાન ટાગોરહોલ ખાતેના મ્યુનિ. મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ર૪ કલાકમાં શહેરમાં આશરે એક ઇંચ વરસાદ ખાબકતાં ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ બે ઇંચ થયો છે, જેમાં ઝોનની દૃષ્ટિએ સૌથી વધુ પૂર્વ ઝોનમાં દોઢ ઇંચ તો ઉત્તર ઝોનમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે વિરાટનગર, ચકુડિયા મહાદેવ, ટાગોરહોલ અને રાણીપમાં આશરે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. દરમિયાન ગઇ કાલે ભાઇપુરાની અવની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદ કંટ્રોલરૂમમાં નોંધાઇ હતી.

You might also like