CM રૂપાણી મંગળવારનાં રોજ સોમનાથની મુલાકાતે, પૂરગ્રસ્ત વિસ્તારની લઈ શકે છે મુલાકાત

મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથની મુલાકાતે જવાના છે. મુખ્યમંત્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કારોબારીમાં ઉપસ્થિત રહેશે. તેમજ ભગવાન સોમનાથનાં દર્શન પણ કરવાની સંભાવના છે. આ સાથે જ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેનાં કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયાં છે. તેમજ રોડ-રસ્તાઓ પણ ધોવાઈ ગયાં છે અને નદી નાળાં પણ છલકાઈ ગયાં છે. મહત્વનું છે કે કેટલાંક ગામો સંપર્ક વિહોણાં બની ગયાં છે કે જેનાં કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. જેથી આવા વિસ્તારોમાં મુખ્યમંત્રી રૂપાણી મુલાકાત લઈ શકે છે અને તેમનાં ખબર અંતર પણ પૂછી શકે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથ જિલ્લામાં પડેલાં ભારે વરસાદને લઇને પૂરની સ્થિતિનો સામનો કરી રહેલાં ઊના અને ગીરગઢડાની મુલાકાત પણ લઈ શકે છે અથવા તો સીએમ રૂપાણી હવાઇ નિરીક્ષણ કરે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિને લઈને સીએમ રૂપાણીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેઓએ કંટ્રોલરૂમમાં જઈને તમામ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ રૂપાણીએ હાલની પરિસ્થિતિનો તમામ પ્રકારનો તાગ પણ મેળવ્યો હતો. આ ઉપરાંત રાહત બચાવ કામગીરીનું માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારે બેઠક બાદ કહ્યું હતું કે, તમામ જગ્યાએ વરસાદને પગલે તંત્ર પહોંચી વળવા સંપૂર્ણ રીતે તૈયાર છે.

Dhruv Brahmbhatt

Recent Posts

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

11 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

11 hours ago

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર…

12 hours ago

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે…

13 hours ago

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની…

13 hours ago

બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.…

14 hours ago