ગોંડલમાં મેઘરાજા તોફાની બન્યા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ

ગોંડલ : છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોપાની બેટિંગ ચાલી રહી છે. રાજકોટમાં 18 ઇંચ વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ ગોંડલ પંથક પર પસંદગી ઉતારી છે. ગોંડલમાં સવારથી જ વરસાદ ચાલુ થયો હતો. જે માત્ર બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હાલમાં પણ ધીમી ધારે વરસાદ પડી જ રહ્યો છે.

ગોંડલનાં દેરડીકુંભાજી, વાસાવડ, મેતાખંભાળીયા, મોટી ખિલોરી, વિંઝીવડ સહિતનાં અનેક ગામોમાં તોફાની વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેરમાં પણ સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદનાં કારણે તમામ રસ્તાઓ પાણીમાં ગરક થઇ ગયા છે.

You might also like