ચીનમાં મેઘકહેર, 112નાં મોત

શંઘાઇ: ચીનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 112 લોકો મૃત્યુ પામ્યા છે. ઉપરાંત 1 કરોડ 60 લોકોએ પોતાના ઘરોથી વિસ્થાપિત થવું પડ્યું હતું.

મધ્ય ચીનના હેનના પ્રાંતના સરકારે સરકારી સંવાદ સમિતિ શિન્હુઆને આજે જણાવ્યું કે આંઘી તોફાન પછી 112 લોકો મૃત્યુ પામ્યા અને 91 લોકો ગૂમ થઇ ગયા છે. જ્યારે 70 લોખ 20 હજાર લોકો બેઘર થઇ ગયા હોવાનું જાણવા મળ્યુ છે. આ પૂર આવવાને કારણે 18 હજાર મકાનોને નુકસાન પહોંચ્યું છે.

વહીવટી તંત્રએ જણાવ્યું કે હેબેઇ પ્રાંતમાં આશરે 90 લાખ લોકોએ વિસ્થાપિત થવું પડ્યું. ચીનમાં માટોભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે બૂર જેવી સ્થિતિ સર્જાઇ છે અને અત્યાર સુધી 100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સરકારે જણાવ્યું કે પૂરના કારણે 10 લાખ 50 હજાર હેક્ટરથી વધારે પાકને નુકસાન થયું છે. જેના કારણે 3 અરબ ડોલરનું નુક્સાન પહોંચ્યું છે. સેન્ટ્રલ બેંકે કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે પૂરથી અસર પામેલા વિસ્તારમાં નાણાંકીય સુવિધા પૂરી પાડશે.

You might also like