અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદ: શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરીના લોકોનું રોજિંદુ જીવન ખોરવાઇ ગયું છે. ચાર દિવસથી પડી રહેલા વરસાદને પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. તો બીજી બાજુ વરસાદને પગલે પાણીની આવક સારી થતાં વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નાંખવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજની સપાટી 128.75 ફુટ પહોંચી છે.

વરસાદને લીધે શહેરમાં પાણી ભરાઇ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે. બીજી બાજુ રાજ્યના પાટચણ, બનાસકાંઠા, પંચમહાલ. આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણ કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. શહેરના મુખ્ય બજારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ભરાઈ જતાં ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેદ્રનગરમાં ખાબકેલા વરસાદે વિનાશ વેર્યો હતો. નદીઓમાં આવેલા ઘોડાપૂર અને તૂટેલા તળાવોને લીધે ગામડાઓમાં પાણી ઘૂસી જતાં જનજીવન પર વરસાદી કહેરની અસર જોવા મળી હતી. જેમાં લીંબડી ભોગાવા નદીમાં ભારે પૂર આવતા નીચાણવાળા ઉંટડી, ચોકી, ખંભલાવ, સૌકા, પાણશીણા સહિતના સંખ્યાબંધ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. સુરેદ્રનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે ભોગાવો નદીમાં પુર આવ્યું છે. લીંબડી તાલુકાના ભોગાવો નદી કાંઠાના ખંભલાવ ગામમાં લોકો પાણીમાં ફસાઈ ગયા છે.

નોંધનીય છે કે હજુ પણ 3 દિવસ સુધી સમગ્ર ગુુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે પણ લોકોના જનજીવન પર વધારે અસર થશે.

http://sambhaavnews.com/

You might also like